ETV Bharat / city

માઈનસ ડિગ્રીમાં લોકો કઈ રીતે જીવે છે તે જાણવા ETV Bharat પહોંચ્યું લેહ લદ્દાખ - Medical Colleges to be started in Ladakh

લદ્દાખના લોકો ઠંડીમાં રહેવા માટે ટેવાયેલા છે. અહીં માઈનસ ડિગ્રી તાપમાન હોય તેમ છતાં ત્યાંના લોકોને એટલો ફરક ન પડે. ત્યારે આવો જોઈએ લેહ લદ્દાખના લોકો આટલા નીચા તાપમાનમાં કઈ રીતે જીવે છે અને કેવું છે તેમનું જીવન.

માઈનસ ડિગ્રીમાં લોકો કઈ રીતે જીવે છે તે જાણવા ETV Bharat પહોંચ્યું લેહ લદ્દાખ

author img

By

Published : May 31, 2022, 11:46 AM IST

લદ્દાખ/અમદાવાદ: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં લોકો ગરમીથી રાહત મેળવવા અને વેકેશનમાં ઠંડા પ્રદેશોમાં ફરવાનું વધુ પસંદ કરે છે. જ્યારે લદ્દાખના લોકો ઠંડીમાં રહેવા માટે ટેવાયેલા છે. અહીં માઈનસ ડિગ્રી તાપમાન હોય ત્યારે ત્યાંના લોકો કેવી રીતે કામ ધંધો કરે (Lifestyle of the people of Ladakh) ત્યારે ETV Bharatની ટીમે લેહ લદ્દાખ પહોંચીને ત્યાંની શું પરિસ્થિતિ જાણી હતી આવો જાણીએ સમગ્ર અહેવાલ.

લેહ લદ્દાખમાં દેશવિદેશથી આવે છે પ્રવાસીઓ

આ પણ વાંચો- Gujarat University: લદાખ યુનિવર્સિટી વચ્ચે થયા MOU

લેહ લદ્દાખમાં દેશવિદેશથી આવે છે પ્રવાસીઓ - લદ્દાખનું વાતાવરણમાં એક કુદરતી અદભુત નજારો (Natural views of Ladakh) જોવા મળે છે, જેમાં લેહ લદ્દાખ જોવા માટે દેશવિદેશમાં લોકો આવે છે. લદ્દાખમાં માઈનસ ડિગ્રી તાપમાન જાય છે. તેમ જ શિયાળાની ઋતુમાં પ્રવાસીઓ માટે રોડ પર બફર પડવાથી રસ્તા બંધ હોય છે. તેના કારણે પ્રવાસીઓ અહીં આવી શકતા નથી. જ્યારે લેહ લદ્દાખના રહીશોને વિન્ટર સિઝનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો- Ladakh Centre at Gujarat University: બન્ને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બન્ને જગ્યાએ ભણાવાશે

અહીંના લોકોની મુશ્કેલી - લદ્દાખના અને લેહના સ્થાનિક વેપારી સાથે ETV Bharatએ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વિન્ટર સિઝન હોય ત્યારે અહીંના લોકો રોજિંદી ચીજવસ્તુ સિવાયના ધંધા વેપાર બંધ કરે છે. જ્યારે કેટલાક સ્થાનિકો ભારે ઠંડી હોવાના કારણે નીચે એટલે કે, જમ્મુ-કાશ્મીરમાં તેમ જ લેહના નાના એવા ગામડા કે, જ્યાં ઠંડી ઓછી હોય ત્યાં એક કે દોઢ મહિના માટે જતા રહેતા હોય છે. જ્યારે હવે લેહ લદ્દાખનો વિકાસ થયો છે. ત્યારે ત્યાંના લોકો આ સિઝનમાં ખેતી પર ધ્યાન આપે છે અને તેમની જરૂરિયાત પ્રમાણે પોતાના ઘરમાં ગ્રીન હાઉસ (Green House in Ladakh) તૈયાર કરતા હોય છે.

લદ્દાખનો ધીમે ધીમે થઈ રહ્યો છે વિકાસ - લેહ લદ્દાખને હવે જમ્મુ- કાશ્મીરથી અલગ કર્યા બાદ ત્યાંના લોકો ખુશ છે અને ત્યાંનો વિકાસ પણ થઈ (Development of Leh Ladakh) રહ્યો છે. જ્યારે હવે ત્યાં લદ્દાખ યુનિવર્સિટી બાદ મેડીકલ કોલેજો પણ શરૂ (Medical Colleges to be started in Ladakh) થશે. જ્યારે હવે અહીં રોજગારી વધારવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.