ETV Bharat / city

શું હોય છે રાંધણ છઠનું વિશેષ મહત્વ આવો જાણીએ વિગતવાર

શ્રાવણ માસ રાંધણ છઠનું Randhan Chhath 2022 વિશેષ મહત્વ હોય છે. આ દિવસે લોકો randhan chhath menu ખાસ પ્રકારની વાનગીઓ આરોગતા હોય છે. તેમજ કેટલીક પ્રકારની વ્રતની વિધિ Randhan Chhath Importance મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે શું હોય છે રાંધણ છઠનું મહત્વ આવો જાણીએ વિગતવાર.

શું હોય છે રાંધણ છઠનું વિશેષ મહત્વ આવો જાણીએ વિગતવાર
શું હોય છે રાંધણ છઠનું વિશેષ મહત્વ આવો જાણીએ વિગતવાર
author img

By

Published : Aug 17, 2022, 10:34 AM IST

અમદાવાદ શ્રાવણ મહિનો શરુ થતા તહેવારોના (Randhan Chhath 2022) દિવસો ચાલુ થાય છે. શ્રાવણ મહિનાની શરૂઆતથી વાત કરવામાં આવે તો આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે ભેગા થાય છે. ઉપરાંત આ મહિનામાં જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે જેવા પર્વને લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. જેમાં રાંધણ છઠના પર્વનું (Randhan Chhath Importance) પણ વિશેષ મહત્વ હોય છે.

રાંધણ છઠનું વિશેષ મહત્વ

આ દિવસે રસોઈ પર પ્રતિબંધ રાંધણ છઠએ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે. શીતળા (What is Randhan Chhath) સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને રાંધણ છઠ નામ આપવામાં આવ્યું હતું.

રાંધણ છઠનુ મહત્વ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઘરમાં (randhan chhath food) જુદા -જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ ખાવામાં આવે છે. લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.

આ પણ વાંચો નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરૂર

રાંધણ છઠ નિમિત્તે વાનગીઓ રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. આ દિવસે બનતી (randhan chhath menu) ખાસ વાનગીઓમાં મીઠાઈ, ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.

આ પણ વાંચો મહેસાણાના માછવા ગામમાં નાગપંચમીની કરાઈ વિશેષ ઉજવણી

ધાર્મિક માન્યતા ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના (randhan chhath puja) જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. આ દિવસ શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે, તેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.