ETV Bharat / city

દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

ગુજરાત સરકારે અંતે અષાઢી બીજના દિવસે નીકળનારી જગન્નાથ રથયાત્રા ( 144th Jagannath RathYatra )ને મંજૂરી આપી દીધી છે, ત્યારે સરકાર દ્વારા રથયાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું ( Corona Protocol ) ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે, પરંતુ કોરોનાકાળને ધ્યાને લેતા આ વર્ષે રથયાત્રામાં જોડાવા માટે ભક્તોને મનાઈ ફરમાવવામાં આવી છે.

144th Jagannath RathYatra
ભગવાન જગન્નાથની રથયાત્રા
author img

By

Published : Jul 8, 2021, 9:39 PM IST

Updated : Jul 8, 2021, 10:08 PM IST

  • 144મી રથયાત્રા જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે
  • આ વર્ષે ભક્તો વગરની રથયાત્રા નીકળશે
  • કોરોના મહામારીને કારણે માત્ર 5 વાહનોને જ પરવાનગી

અમદાવાદ : જમાલપુર સ્થિત આવેલા ભગવાન જગન્નાથજી મંદિરથી અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રા ( 144th Jagannath RathYatra ) નીકળશે. અમદાવાદના પરંપરાગત રૂટ પર રથયાત્રા ફરીને નિજ મંદિરે પરત ફરશે. ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા( Home Minister Pradipsinh Jadeja )એ રથયાત્રાને મંજૂરી આપતી સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાને કારણે રથયાત્રા જનતા કરફ્યૂ ( Corona Protocol ) વચ્ચે કાઢવામાં આવશે. આ દરમિયાન, માત્ર 5 વાહનોને જ પરવાનગી આપવામાં આવી છે.

144th Jagannath RathYatra
ભગવાન જગન્નાથની રથયાત્રા

આ પણ વાંચો: jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી

શરતી પરવાનગી આપવામાં આવી

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા બાબતે શરતી પરવાનગી આપવામાં આવી છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનો વિરોધ કરશે અથવા તો ગાઈડલાઈનને અનુસરશે નહીં તેમને સ્થાનિક તંત્ર દ્વારા જે તે વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

144th Jagannath RathYatra
ભગવાન જગન્નાથની રથયાત્રા

આ પણ વાંચો: જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા, અમુક લોકો માસ્ક વગરના દેખાયા

અમિત શાહ કરશે મંગળા આરતી

અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દેશના ગૃહપ્રધાન અમિત શાહને પણ ખુબ જ મહત્વ રહેલુ છે અને દર વર્ષે તેઓ રથયાત્રાના દિવસે મંગળા આરતી કરવા વર્ષોથી આવતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં પણ ( jagannath rathyatra 2021 ) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપી મંગળા આરતી કરશે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ( CM Vijay Rupani ) અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ( Dy CM Nitin Patel ) દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે ત્યારબાદ રથયાત્રા નિજ મંદિરથી નીકળશે.

Last Updated : Jul 8, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.