અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. ઓઢવ પોલીસે ધરપકડ કરેલા અપહરણના આરોપી રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ વધુ શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ફરિયાદી જૂના મિત્રો હોવાનું અને સાથે ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-38-odhav-police-aaropi-video-story-7208977_08072020223243_0807f_1594227763_806.jpg)
10 લાખ રૂપિયા માટે ફરિયાદીનું 5 આરોપીઓએ ભેગા મળી કિડનેપિંગ કરી લીધું અને હિંમતનગર તરફના અંતરિયાળ ગામમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણના ગુનામાં પોલીસે હવે ફરાર આરોપી વિશાલ, માસુમ ચૌધરી અને સંદીપ દેસાઈની ધરપકડ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-38-odhav-police-aaropi-video-story-7208977_08072020223243_0807f_1594227763_1048.jpg)