ETV Bharat / city

Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી - Varanasi PM Narendra Modi's inauguration

PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishwanath Temple Corridor)નું ઉદ્ધાટન થવા જઇ રહ્યુ છે. ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે 3થી 4 હજાર સાધુ-સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રિત કરવાની છે. આ પ્રસંગે ગામડાઓના શિવ મંદિરોમાં જળ અભિષેક થશે. ગામના લોકો સામુહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં આમંત્રિત ગુજરાતના 35થી વધુ સાધુ સંતો વારાણસી (Monks from Gujarat go Varanasi)જશે.

Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

author img

By

Published : Dec 12, 2021, 10:31 PM IST

  • વારાણસીમાં નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
  • ગુજરાતના 35થી વધુ સાધુ-સંતો થેશે ઉપસ્થિત

અમદાવાદ: વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishwanath Temple Corridor)નુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે આવતીકાલે ઉદ્ધાટન (Varanasi PM Narendra Modi's inauguration) થવા જઇ રહ્યુ છે. ત્યારે આ સંદર્ભે ગુજરાતના 35થી વધુ સાધુ સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ ગુજરાતથી વિમાન મારફતે વારાણસી જવા રવાના થવાના છે..

કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામો

કાશીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હિંદી ભાષામાં એવું કહેવામાં આવ્યું છે કે, “काशी के कंकर शिव शंकर है” અર્થાત કાશીના પત્થરોમાં પણ શિવશંકર છે. ભારતમાં સર્વાધિક શિવાલયોની સંખ્યા જો કોઈ સ્થળે હોય તો તે કાશીમાં જ છે. કાશીને રુદ્રમય માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામોથી જાણીતું આ નગર ત્રિશદળ પર વસેલું છે. જેનો સૃષ્ટિના પ્રલય સમયે પણ નાશ થવાનું નથી તેવું શાસ્ત્રમાં વર્ણન થયેલ છે. પ્રલયકાળમાં ભગવાન મહાદેવ આ સ્થળેથી જ સૃષ્ટિનો સંહાર કરે છે. તેથી જ તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં મરણના મહિમા પાછળનું ધાર્મિક કારણ ખૂબ મહત્વનું છે. શાસ્ત્રમાં થયેલ વર્ણન પ્રમાણે ભગવાન મહાદેવ સ્વયં મરણોન્મુખ જીવને અહીંયા તારકમંત્ર સંભળાવે છે. આ મંત્ર સાંભળવાથી જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આમ જીવમાં બ્રહ્મ પ્રકાશિત થવાની માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર (PM Modi in City of Light) પણ કહેવામાં આવે છે. પ્રકાશના શહેરમાં મોક્ષ અંગેની આ માન્યતાને લીધે જ અહીં મૃત્યુનો વિશેષ મહિમા પણ છે.

શું છે કાશી વિશ્વનાથની પૌરાણિક કથા

કાશી વિશ્વનાથની સ્થાપના સંબંધિત પ્રચલિત કથા ભગવાન મહાદેવના આ સ્થળ પ્રત્યેના પ્રેમની છે. હિમાલયમાં વસવાટ કરતાં ભગવાન મહાદેવને ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મા પાર્વતીજીએ પોતાના પતિ ભગવાન મહાદેવને બીજું સ્થાન શોધવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શિવે રાજા દિવોદાસની કાશી નગરીની પસંદગી કરી અને નિકુંભ નામના શિવગણે ભગવાન શિવના શાંત અને એકાંત નિવાસ માટે મનુષ્ય વગરની બનાવી, ભગવાન મહાદેવ અને જગત જનની જગદંબા મા પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યાં અને પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરી, બ્રહ્માજીએ આથી ભગવાન મહાદેવને રીઝવ્યાં અને ભગવાન શિવ મંદરાચલ નામના સ્થળે ચાલ્યાં ગયાં. ભગવાન મહાદેવનો કાશી પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો. ભગવાન ભોળાનાથ મહાદેવનો કાશી પ્રત્યેનો આ સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતા રાજા દિવોદાસ તપોવનમાં જવા પ્રવૃત્ત થયાં. ત્યારબાદ વારાણસી ભગવાન મહાદેવનું કાયમી નિવાસસ્થાન બની ગયું. ભગવાન મહાદેવે ત્રિશૂળ પર આ નગરીની સ્થાપના કરી છે. વારાણસીમાં ભગવાન શિવ અને માતા શક્તિનો વાસ છે. 51 શક્તિપીઠોમાંની વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પાસે આવેલી છે.

Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

પંજાબ-લાહોરના મહારાજાએ ઈ.સ 1832માં 22 મણ સોનાનો કળશ મંદિરને ભેટમાં આપ્યો

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર અત્યારે જે સ્થળે આવેલું છે તે સ્થળ જ્ઞાનવ્યાપી મસ્જિદની બાજુમાં છે. તે બંનેને અલગ પાડતી એકમાત્ર દીવાલ ત્યાં છે. ઈતિહાસની નોંધ પ્રમાણે આજે જે મંદિર છે તે વિશ્વનાથનું ચોથું મંદિર છે. પંજાબ-લાહોરના મહારાજા રણજિતસિંહે ઈ.સ 1832 માં 22 મણ સોનાનો કળશ મંદિરને ભેટમાં આપ્યો હતો. મંદિરના કુલ ત્રણ શિખર કળશમાંથી અન્ય બે પર સોનાનો ઢોળ છે અને ત્રીજા કળશ માટે ઉત્તર પ્રદેશનું સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોનું મંત્રાલય રસ દાખવી રહ્યું છે. વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથના અન્ય બે મંદિરો પણ વારાણસીમાં આવેલાં છે, જેમાંનું એક મંદિર બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રેરણાથી બન્યું છે. ન્યુ કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર વારાણસીનું સૌથી ઉંચું મંદિર છે. ગંગા કિનારે માનમંદિર ઘાટ પર સ્વામી કરપાત્રી દ્વારા નિર્માણ થયેલું બીજું વિશ્વનાથનું મંદિર છે.

સુરતનું જમણ અને કાશીનું મરણનો છે વિશેષ મહિમા

આમ તો આપણાં ત્યાં જન્મના અનેક મહિમાઓનો ખૂબ મહિમા છે, પરંતુ કાશી એક એવી નગરી છે કે, જ્યાં મરણનો મહિમા છે. અહીંયા જે વ્યક્તિ દેવલોક પામે તેને ચોક્કસ મુક્તિ મળે છે. એક ગુજરાતી કહેવત છે કે, સુરતનું જમણ અને કાશીનું મરણ અર્થાત સુરતનું જમણ શ્રેષ્ઠ છે અને કાશીનું મરણ શ્રેષ્ઠોત્તમ છે. કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જન્મ-મરણનું જે ચક્ર છે તેમાંથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાશી સૌથી ઉત્તમ છે. કાશીના મહિમાનું વર્ણન ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.

કાશીમાં શિવ દિવાળી જેવો માહોલ સર્જાશે

આ અંગે ચૈતન્ય શંભુ મહારાજે ETV BHARAT સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું એવું માનું છું કે, બસ્સો વર્ષ ઐતિહાસિક ક્ષણ આવેલી છે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન હતા ત્યારથી આપણે તેમના વિઝનથી ખૂબ જ સ્પષ્ટ છીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ કામ પોતાના વિઝન સાથે કરતા હોય છે જેનો દાખલો જોઈએ તો ગુજરાતમાં સોમનાથ મંદિર છે અંબાજી ટ્રસ્ટ છે જે આપણા યાત્રાધામો છે જ્યારે કાશીવિશ્વનાથ નગરી છે, તે સાક્ષાત શિવની નગરી છે, ત્યારે તેનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, હું એવું માનું છું કે, નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વખત દર્શન કરવા ગયા હશે ત્યારબાદ તેમની આસપાસનું જે દ્રશ્ય જોયું હશે ત્યારથી જ તેમના મગજની અંદર આ વસ્તુ રહેલી હશે કાશી વિશ્વનાથ મંદિરનો કેવી રીતે ઉદ્ધાર કરી શકાય એટલે નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કે કોઈપણ વસ્તુ એક વખતે જોઈ લે ત્યારબાદ તે વસ્તુ અંગે તેઓ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેતા હોય છે અને તે જ રીતે કાશીવિશ્વનાથ મંદિરની આસપાસ જે નાની ગલીઓ અથવા નાના મંદિરો ત્યાંના રહેણાક વિસ્તારના મકાનો તે તમામએ જે પૈસા માંગ્યા તે પૈસા આપી તેમને ખુશ કર્યા છે. તમામ લોકોને આર્થિક રીતે ખુશ કરી આખો કોરિડોર બનાવવા જઈ રહ્યા છે, ગંગા અને શિવજી બંને એક જ છે ગંગાનો ઉદ્ભવ થયો ત્યારે તે શિવજીની જટામાંથી થયેલો હતો. આજે તે ગંગા કોરિડોરના પરિસરમાંથી પણ તેના દર્શન થઇ શકશે તે પ્રકારનું સંપૂર્ણ આયોજન થયેલું છે, એટલે કે ગંગા અને શિવજીનો સમન્વય છે જે શ્રદ્ધાળુ કાશીની અંદર જશે તે શ્રદ્ધા સાથે કાશી વિશ્વનાથ મહાદેવ અને ગંગાના દર્શન ખૂબ સરળતાથી કરી શકશે. આ દિવસને કાશી વિશ્વનાથમાં શિવ દિવાળી તરીકે હું માની રહ્યો છું. ગુજરાતનું સૌભાગ્ય છે અને નરેન્દ્ર મોદીની ખાસિયત છે કે કોઈપણ આસ્થા સાથે જોડાયેલા કાર્યક્રમ કરે ત્યારે ગુજરાતના સાધુ-સંતોને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે, જેમાં ગુજરાતમાંથી 35થી વધુ સાધુ (Monks from Gujarat go Varanasi ) સંતો આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi રવિવારે બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને કરશે સંબોધિત

આ પણ વાંચો: Saryu Nahar National Project in Balrampur : PM Modi એ બલરામપુરમાં 9,800 કરોડથી વધુ ખર્ચના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.