ETV Bharat / city

Kashi Vishwanath Corridor Inauguration: 13 ડિસેમ્બરે PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, 3 હજારથી વધુ સાધુ-સંતોને આમંત્રણ - કાશી વિકાસ યોજના

PM નરેન્દ્ર મોદીના હસ્તે 13 ડિસેમ્બરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)નુ ઉદ્ધાટન થવા જઇ રહ્યુ છે. ભવ્ય લોકાર્પણ (Kashi Vishwanath Corridor Inauguration) કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે 3થી 4 હજાર સાધુ-સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રિત કરવાની છે. આ પ્રસંગે ગામડાઓના શિવ મંદિરો (shiva temple in villages in india)માં જળ અભિષેક થશે. ગામના લોકો સામુહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં 579 સંગઠનના મંડળો છે, ત્યા પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.

Kashi Vishwanath Corridor Inauguration: 13 ડિસેમ્બરે PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, 3 હજારથી વધુ સાધુ-સંતોને આમંત્રણ

author img

By

Published : Dec 10, 2021, 8:33 PM IST

Updated : Dec 11, 2021, 7:33 AM IST

  • વારાણસીમાં નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
  • સમગ્ર દેશમાંથી 3 હજારથી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે

અમદાવાદ: વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર (kashi vishwanath corridor)નુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 13 ડિસેમ્બરના રોજ ઉદ્ધાટન (Kashi Vishwanath Corridor Inauguration) થવા જઇ રહ્યુ છે. આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2014માં ચૂંટાયા ત્યારથી કાશી વિશ્વનાથ મંદિર (kashi vishwanath temple varanasi)ની કાયાકલ્પ કરવાનો સંકલ્પ કર્યો હતો.

Kashi Vishwanath Corridor Inauguration: 13 ડિસેમ્બરે PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, 3 હજારથી વધુ સાધુ-સંતોને આમંત્રણ

અહિલ્યાબાઈ હોલ્કરે મંદિરનું નિર્માણ કર્યું હતું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અહિલ્યાબાઇ હોલ્કરે (ahilyabai holkar kashi vishwanath temple) 1780માં લગભગ એક હજાર કિલો સોના સાથે મંદિરનું નિર્માણ કર્યુ તેવી ઇતિહાસ (kashi vishwanath temple history)માં નોંધ છે. વર્ષો પછી કાશી વિશ્વનાથ મંદિરમાં જીર્ણોદ્ધાર (renovation of kashi vishwanath temple) કરવાની જરૂર હતી અને મુઘલોના સમયમાં કાશી વિશ્વનાથ મંદિર (kashi vishwanath temple during mughal period)માં નુકશાન કરવામાં આવ્યું .

કાશીનો હવે પ્લાનિંગ સાથે વિકાસ

કાશીનો પ્લાનિંગ વગર વિકાસ (kashi development plan) થયો તેના કારણે લોકોએ નાની-નાની ગલીમાં પસાર થવું પડતું અને ગંગા નદી બાજુમાં હોવા છતા ગંગાના દર્શન નહોતા થઇ શકતા. આવી અવ્યવસ્થાને વ્યવસ્થામાં ફેરવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 2014થી ચુંટાયા ત્યારે જ શરૂ કર્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ જે ગેરકાયદેસર દબાણો હતા તે અને બાકીના અવરોધો હતા તે દુર કરીને કાશીનું નિર્માણ કરવામાં આવ્યું. તેના નિર્માણમાં 5-7 વર્ષનો સમય લાગ્યો છે.

આખા દેશમાંથી આવશે સંતો

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હું 3 દિવસ પહેલા જ ત્યાં જઈને આવ્યો છુ. કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે 3થી 4 હજાર સાધુ સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રિત કરવાની છે. આ કાર્યક્રમના લાઇવ પ્રસારણ માટે વ્યવસ્થા કરાશે અને ગુજરાતભરમાં શિવ મંદિર (shiva temples in gujarat)માં ભાજપના કાર્યકરો દ્વારા લાઇવ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો સાથે નિહાળવામાં આવશે. ગુજરાતમાંથી પણ 48 સંતો અને 28 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કાશી જશે.

ભાજપના નેતાઓ પ્રજા વચ્ચે રહેશે ઉપસ્થિત

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કાશીનુ પણ વિશેષ મહત્વ છે. ગામડે વસતા લોકો તેમના સ્થાને કાશી વિશ્વનાથના દર્શન કરી શકે તેવો પ્રયાસ આખા દેશમાં કરવામાં આવશે, જેમાં ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં પ્રદેશમાંથી કોઇ એક આગેવાન ઉપસ્થિત રહેશે. ધારાસભ્યો, પ્રતિનિધિઓ દરેક મંડળ –તાલુકાના કેન્દ્ર પર રહેશે, તાલુકાના આગેવાનો પણ દરેક ગામોમાં ઉપસ્થિત રહેશે.

શિવ મંદિરોમાં થશે જળ અભિષેક

આ પ્રસંગે ગામડાઓના શિવ મંદિરોમાં જળ અભિષેક થશે. ગામના લોકો સામુહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં 579 સંગઠનના મંડળો છે, ત્યા પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે. 41 સંગઠનના જિલ્લામાં મોટા કાર્યક્રમમાં સાધુ-સંતો વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: કેનેડાથી ભારત લાવવામાં આવી અન્નપૂર્ણા માતાની મૂર્તિ, અહીં થશે સ્થાપના

આ પણ વાંચો: વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટીમાંથી ચોરી, તસ્કરો ફરાર

Last Updated : Dec 11, 2021, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.