અમદાવાદઃ પીવાના સભ્યો દરેક વિપરીત પરિસ્થિતિનો તકમાં રૂપાંતર કરવા માગતા હોવાથી મહામારી ના ગાળામાં વિવિધ લોકડાઉન અને વિવિધ સંલગ્ન તબક્કા વચ્ચે તેમની આજીવિકાને વિપરીત અસર થઈ હતી. તેમની આજીવિકા ટકાવી રાખવા તેમના ન્યુ નોર્મલ ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા માટે સેવા બજારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
![મહિલાઓને રોજગાર મળી શકે તે હેતુથી સેવા સંસ્થા દ્વારા કમલા બજારનું આયોજન કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-kamla-7207084_13092020161556_1309f_01270_718.jpg)
કમલા બજારનું આયોજન 15થી 17 સપ્ટેમ્બર દરમ્યાન સેવાના બોડકદેવ ખાતેના કમલ કેન્દ્ર ખાતે સવારના 10થી રાતના 8 વાગ્યા સુધી કરવામાં આવશે. આ સ્થળે વસ્ત્રો, સૂકા નાસ્તા, રૂડી અનાજ, કઠોળ, દાળ અને મસાલા તેમજ કૃષિ પેદાશો ઉપરાંત અન્ય ઘણી ચીજો રજૂ કરવામાં આવશે. આ બજારની ઉત્તમ બાબત એ છે કે વેચાણનો 65થી 90 ટકા હિસ્સો લઘુ ઉદ્યોગ સાહસિકને પ્રાપ્ત થશે.
![મહિલાઓને રોજગાર મળી શકે તે હેતુથી સેવા સંસ્થા દ્વારા કમલા બજારનું આયોજન કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-kamla-7207084_13092020161556_1309f_01270_642.jpg)
કમલાએ ફૂડ પ્રોસેસિંગ અને પોતાના ગ્રાહકો માટે સ્થાનિક સ્તરેથી સામગ્રી મેળવીને ઘરે બનાવેલી ખાદ્યચીજોના ઉત્પાદન માટે કામ કરતી મહિલાઓને રોજગારીની સલામતી પૂરી પાડવા માટે પહેલી છે, કમલા ખિસ્સાને માફક આવે તેવા પોષક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ આહાર માટે જાણીતું છે.
હાલના સમયમાં ગ્રાહકોને અહીંથી યોગ્ય વાતાવરણ અને પોતાની જરૂરિયાત મુજબની ખાદ્યચીજો પ્રાપ્ત થાય છે. કમલા બજારની અંદર કાર્યરત પાયાના સ્તરે હસ્તકલાની ચીજો બનાવવાનું કામ કરતા કારીગરો અને લઘુ ઉદ્યોગ સાહસિકોને માટે કામ કરતો સામૂહિક વેચાણ વ્યવસ્થા છે.