જૂનાગઢ આજે જૂનાગઢ કોર્પોરેશન સ્થાયી સમિતિની ખાસ બેઠક મળી હતી. કોર્પોરેશન વિસ્તારના વિકાસ કામોને લઈને આ બેઠક ( Junagadh Corporation Standing Committee met ) મળી હતી. બેઠકમાં 112 કરોડ કરતાં વધુના ખર્ચ શહેરમાં વિકાસ કામો આગામી દિવસોમાં હાથ ધરાશે તેની ચર્ચા થઇ હતી. તો કચરાના નિકાલ માટે આધુનિક મશીન મળીને નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન ( Narsinh Mehta Sarovar Beautification ) અને ભવનાથમાં આવેલા સુદર્શન તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું ( Resolution regarding development of Sudarshan Lake ) નક્કી કરાયું છે.
112 કરોડનો ખર્ચ થશે જૂનાગઢ કોર્પોરેશન સ્થાયી સમિતિની ખાસ બેઠકમાં ( Junagadh Corporation Standing Committee met ) 112 કરોડ કરતાં વધુ રુપિયાના ખર્ચે શહેરમાં માર્ગોથી લઈને પીવાના પાણીની પાઇપલાઇન, ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ સ્મશાનને આધુનિક કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે કચરાનો આધુનિક ઢબે નિકાલ થાય તે માટે કચરાના નિકાલ માટેનું સુવિધાસભર મશીન જૂનાગઢ મનપા વસાવશે તેને લઈને આજની ખાસ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયો છે. આગામી 15 મી સપ્ટેમ્બર બાદ જૂનાગઢ શહેર વિસ્તારમાં માર્ગથી લઈને પીવાના પાણી અને ગટર વ્યવસ્થાના કામોની શરૂઆત કરવામાં આવશે જે દિવાળીના સમય સુધીમાં સંપૂર્ણપણે પૂરી કરી દેવામાં આવશે તેવું આજની સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે.
સુદર્શન તળાવને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે આજની ખાસ સામાન્ય સભામાં ( Junagadh Corporation Standing Committee met ) જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનને (Narsinh Mehta Sarovar Beautification) લઈને પણ નિર્ણય કરાયો છે. વધુમાં ભવનાથ વિસ્તારમાં આવેલ સુદર્શન તળાવને પણ પર્યટન સ્થળ ( Resolution regarding development of Sudarshan Lake ) તરીકે વિકાસ કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ જૂનાગઢ તળાવના વિકાસના કામોને લઈને રાજ્ય સરકાર પાસે નાણાકીય મંજૂરીની વ્યવસ્થા કરશે. ત્યારબાદ વન વિભાગ હસ્તક આવતા આ સુદર્શન તળાવના પર્યટન સ્થળ તરીકેના વિકાસને લઈને વન વિભાગ કામગીરી કરશે તેમ આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું છે. જો વન વિભાગ સુદર્શન તળાવને જૂનાગઢ કોર્પોરેશન હસ્તક આપશે તો સરકારની ગ્રાન્ટમાંથી જૂનાગઢ મનપા સુદર્શન તળાવની પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું કામ પણ શરૂ કરશે.