ETV Bharat / city

જયરાજસિંહે "વારા પછી વારો, તારા પછી મારો" છોડી, લીધો કમળનો સહારો... - BJP Pradesh Office Kamalam

ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (JayarajSinh will Join BJP) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેમણે ટ્વિટ કરીને ભાજપમાં જોડાવાની વાત કરી છે. તેઓ મંગળવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam) ખાતે ભાજપમાં જોડાશે.

જયરાજસિંહે "વારા પછી વારો, તારા પછી મારો" છોડી, લીધો કમળનો સહારો

author img

By

Published : Feb 20, 2022, 1:29 PM IST

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (JayarajSinh will Join BJP) આખરે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. તેઓ મંગળવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે (BJP Pradesh Office Kamalam) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં ભાજપમાં જોડાશે.

ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું ટ્વિટ

આ પણ વાંચો: જયરાજસિંહ પરમાર હાથનો સાથ છોડી કમળના સહારે

કોંગ્રેસ થઈ રહ્યું છે સાફ

જયરાજસિંહ પરમારે અગાઉ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે, કોંગ્રેસમાં બધાને નેતા જ થવું છે. કોઈએ કાર્યકર થવું નથી. સંગઠન મજબૂત કરવામાં કોઈને રસ નથી. પાર્ટીમાં ધારાસભ્યો અને સાંસદોને જ મહત્વ અપાય છે. તેમના આ ટ્વિટ બાદ તેઓ કોંગ્રેસ છોડશે તે નક્કી હતું. ફક્ત સવાલ તેમના રાજીનામાનો હતો. તેમના બીજા ટ્વિટના બે જ દિવસમાં તેમણે પોતાના ટેકેદારોને સોશિયલ મીડિયા ઉપર ખુલ્લો પત્ર લખીને રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ સરકાર પર ધરણા કરવા બાબતે આકરા પ્રહાર કર્યા

ભગવો ધારણ કરશે જયરાજસિંહ

રાજકારણએ કોઈ પાર્ટી, સરકાર કે નેતા પૂરતું સીમિત નથી. તેમાં કરિયર પણ અગત્યનું હોય છે. જયરાજસિંહને કોંગ્રેસમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી. તેથી તેઓ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. તેમને કોંગ્રેસ છોડ્યું ત્યારે ભાજપમાં જોડાવવાની વાત ખુલીને કરી હતી. થોડા સમય અગાઉ જયરાજસિંહના નજીકના કોંગ્રેસના ઉત્તર ગુજરાતના બહુચરાજી વિધાનસભાના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. હવે કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના આગેવાનો પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપમાં પદ અને ટીકીટ માટે અનેક મૂરતિયાઓ તૈયાર છે. ત્યારે જયરાજસિંહને કયું પદ કે ટીકીટ મળશે તે જોવાનું રહ્યું છે. જયરાજસિંહ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પ્રભુત્વવળી બેઠકો પર ભાજપને ફાયદો કરાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.