ETV Bharat / city

અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ

author img

By

Published : Jul 15, 2021, 8:23 PM IST

અમદાવાદમાં ગઈકાલે ગુરૂવારે BRTS દ્વારા અકસ્માતની ઘટના બની હતી. આથી, જનમાર્ગ દ્વારા ડ્રાઇવરનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. આ તકે, ટ્રાફિક ગાર્ડને નોંધવામાં આવેલા 24 સ્થળોએ ઉભા રાખીને માર્ગદર્શન આપવાની કામગીરી સોપવામાં આવી હતી, તેમજ બસની કામગીરીને ચકાસવા સુપરવાઇઝરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ
અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ
  • શહેરમાં બુધવારના અકસ્માતના કારણે જનમાર્ગના પગલા
  • ડ્રાઇવરનું કરવામાં આવી રહ્યું છે કાઉન્સલિંગ
  • ટ્રાફિક ગાર્ડને બસને નિર્દેશ આપવા ઉભા રાખવામાં આવ્યા

અમદાવાદ : BRTS અને ટૂ વ્હીલર વાહન ચાલક વચ્ચે અકસ્માત થતા ગુરૂવારે અમદાવાદ જનમાર્ગે સઘન પગલાં લીધા છે. જેમાં, 24 સ્થળો કે જ્યાં અકસ્માત થવાની વધુ સંભાવના છે, ત્યાં ટ્રાફિક ગાર્ડને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ ટ્રાફિક ગાર્ડ સેવા આપી રહ્યા હતા, તેવો દાવો BRTS કરી રહી છે, પરંતુ આજથી તેમને આઇડેન્ટિફાઈ કરાયેલા 24 સ્થળોએ ઉભા રહીને માર્ગદર્શન આપવાની કામગીરી કરવાની રહેશે. વધુમાં બસ ડ્રાઈવરોના કાઉન્સલિંગની કામગીરી પણ સઘન કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: BRTS Accident : સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત

સુપરવાઇઝરની સંખ્યા વધારાઈ

શહેરમાં ગઈકાલે બુધવારે અકસ્માત થતાં અમદાવાદ જનમાર્ગે ડ્રાઇવરના કાઉન્સિલિંગની કામગીરીને સઘન કરી છે. આ કાઉન્સલિંગમાં બસ ચલાવતા સમયે તેમને પડી રહેલી અગવડતા, અન્ય માનસિક તણાવની જાણ કરવી વગેરે જેવા વિષયો પર તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહી છે. વધુમાં જનમાર્ગના અધિકારીઓ પણ બસમાં બેસી ડ્રાઈવરને પડી રહેલી અગવડતા અને સ્થિતિથી અવગત થઈ રહ્યા છે. આ ઉપરાંત, બસની કામગીરીને ચકાસવા માટે સુપરવાઇઝરની સંખ્યા 17થી વધારીને 35 કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ

જનમાર્ગમાં ઉભા રાખવામાં આવ્યા ટ્રાફિક ગાર્ડ

BRTSના અધિકારીઓએ સ્થળોનુ અવલોકન કર્યું હતું કે, જ્યાં અકસ્માત થવાની વધુ સંભાવના રહે છે. આ અવલોકન દરમિયાન એવું પણ નોંધવામાં આવ્યું છે કે, ઘણા રસ્તાઓ વચ્ચે રોંગ સાઇડથી વાહનચાલક પસાર થાય ત્યારે વળાંક લેતી વખતે બસના ડ્રાઇવરને વાહન પસાર થતું દેખાતું નથી. જેની માટે આજથી ગુરૂવારથી ટ્રાફિક ગાર્ડને ઉભા રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.