ETV Bharat / city

આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ-2 નો પ્રારંભ - ahmedabad news

આમ આદમી પાર્ટી (Aam aadami party)એ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સાથે સંવેદના વ્યક્ત કરવા માટે જન સંવેદના મુલાકાતની શરૂઆત કરી છે. તેના પ્રથમ ચરણમાં 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થયેલ જે સંવેદના યાત્રા 28 જુલાઇના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી.

આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ -2 નો પ્રારંભ

author img

By

Published : Aug 6, 2021, 11:19 AM IST

  • આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રાનો ઊંઝા ખાતેથી પ્રારંભ
  • ફેજ-2 ની યાત્રા ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી
  • 16 સપ્ટેમ્બરે દાંડી ખાતે યાત્રા થશે પૂર્ણ

અમદાવાદ: આમ આદમી પાર્ટી (Aam aadami party)એ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સાથે સંવેદના વ્યક્ત કરવા માટે જન સંવેદના મુલાકાતની શરૂઆત કરી છે. તેનું પ્રથમ ચરણમાં 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થયેલા જે સંવેદના યાત્રા 28 જુલાઇના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. જેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

પાટીદારોના ધામથી યાત્રાની શરૂઆત

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે. ત્યારે પાટીદારોએ આમ આદમી પાર્ટીના પક્ષે હોવાનો કેટલી વખત ઈશારા આપી દીધા છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા પણ આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. પાટીદારોના ગઢ સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે. ત્યારે પાટીદારોના ધાર્મિક આસ્થાના સ્થળ એવા ઉમિયાધામથી આ યાત્રા શરૂ કરીને આમ આદમી પાર્ટીએ પોતાના રાજકીય હરિફોને આડકતરી ચેતવણી આપી દીધી છે.

અનેક શહેરો અને જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા

યાત્રાનો બીજો ફેઝ 06 ઓગસ્ટ એટલે કે આજથી ઊંઝા ખાતેના ઉમિયાધામથી શરૂ થશે અને 16 સપ્ટેમ્બરના રોજ ગાંધી દાંડી સ્મારક ખાતે પૂર્ણ થશે.

મહેસાણા 6 ,7 ઓગસ્ટવડોદરા30, 31 ઓગસ્ટ
સાબરકાંઠા 8, 9 ઓગસ્ટછોટાઉદેપુર1, 2 સપ્ટેમ્બર
અરવલ્લી10, 11 ઓગસ્ટનર્મદા3, 4 સપ્ટેમ્બર
ગાંધીનગર12, 13 ઓગસ્ટભરૃચ 5, 6 સપ્ટેમ્બર
અમદાવાદ14,15,16 ઓગસ્ટસુરત7,8, 9 સપ્ટેમ્બર
ખેડા17,18 ઓગસ્ટતાપી10, 11 સપ્ટેમ્બર
મહીસાગર 19, 20 ઓગસ્ટડાંગ12 સપ્ટેમ્બર
દાહોદ 24,25 ઓગસ્ટવલસાડ 13,14 સપ્ટેમ્બર
પંચમહાલ 26,27 ઓગસ્ટનવસારી15, 16 સપ્ટેમ્બર
આણંદ28, 29 ઓગસ્ટ

ઈશુદાનનું ગુજરાત ભ્રમણ

આ યાત્રા અનેક જિલ્લાઓ અને શહેરોમાંથી ફરશે. યાત્રાનો હેતુ રાજકીય સાથે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવા ઉપરાંત શિક્ષણ, ખેતી, રોજગાર, કોરોનામાં જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને સહાયતા મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત વગેરે રહેશે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈશુદાન ગઢવી ખૂબ જ સક્રિય જણાઈ રહ્યા છે. પહેલા સૌરાષ્ટ્રની મુલાકાત બાદ હવે આ મુલાકાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની તેઓ રૂબરૂ મુલાકાત પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ નિમણૂંક થયા બાદ સમગ્ર ગુજરાતની મુલાકાત કરી હતી.

આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ -2 નો પ્રારંભ

આ પણ વાંચો: ચીખલી પોલીસ મથકમાં મૃત્યુ પામેલા આદિવાસી યુવાનોના ન્યાય માટે આમ આદમી પાર્ટી દ્વારા અપાયુ આવેદનપત્ર

આ પણ વાંચો: સુરતમાં એક બાજુ કોંગ્રેસ તો બીજી બાજુ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શિક્ષણ બચાવોનો કરાયો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.