ETV Bharat / city

દુષ્કર્મનગરી બની રહ્યું છે જામનગર? 4 દિવસમાં ત્રણ સગીરાઓ દુષ્કર્મનો ભોગ બનતાં ખળભળાટ મચ્યો - Crime news

થોડા દિવસોમાં નવરાત્રિ આવી રહી છે અને ચારેકોર યત્ર નાર્યસ્તુ પૂજયન્તેના ઉચ્ચારણ સાથે મહિમાગાન સંભળાશે. જો કે, જામનગરમાં આ પ્રકારના ઉચ્ચારણ સાંભળવામાં આવે તો કેટલાક પરિવારને અતિશય આક્રોશનો અને દુઃખનો અનુભવ કરાવી શકે છે. જામનગરમાં એક પછી એક ત્રણ સગીરાઓ છેલ્લાં ચાર દિવસમાં દુષ્કર્મનો ભોગ બનતાં ખળભળાટ મચી ગયો છે. જામજોધપુરના વિલાસપુર ગામના ઇસમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો ભોગ બનાવી છે.

દુષ્કર્મનગરી બની રહ્યું છે જામનગર? આજ સહિત 4 દિવસમાં ત્રણ સગીરાઓ દુષ્કર્મનો ભોગ બનતાં ખળભળાટ મચ્યો

author img

By

Published : Oct 7, 2020, 7:25 PM IST

જામનગરઃ જામનગર જાણે દુષ્કર્મનગરી તરીકેની કુખ્યાતિ મેળવવા તરફ આગળ વધી રહ્યું હોય તેવા સમાચાર સતત ચાર દિવસથી બહાર આવેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને કોઇને લાગે તો નવાઈ નહીં. જામનગરમાં ચાર દિવસમાં ત્રણ સગીરાઓ દુષ્કર્મની ઘટનાનો ભોગ બની ગઈ છે. આજના બનાવની હકીકત એવી છે કે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિલાસપુર ગામના ઇસમે સગીરા પર બે મહિના પહેલાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

જામનગરના યાદવનગરમાં પણ ચાર નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુંં હોવાની ઘટના બની હતી

આરોપી ઇસમે જામનગરના ધરારનગરમાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. 18 વર્ષીય યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરામાં પ્રેમજાળમાં ફસાવી બાદમાં દુષ્કર્મ અને તે બાદ પણ ધાકધમકી આપીને વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આરોપી હાલ ફરાર છે જેને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્ક્રમ

છેલ્લાં ચાર દિવસમાં બનેલી આવી ઘટનાઓમાં જામનગરના યાદવનગરમાં પણ ચાર નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુંં હોવાની ઘટના બની હતી. જેના આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે. આ ઘટનામાં શહેરના એક બંધ મકાનમાં 4 લોકોએ સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 આરોપીને ઝડપી લીધાં છે. ચોથો ફરાર થઈ ગયેલ આરોપી પણ ઝડપાઈ ગયો છે જેને મહિલાઓએ પોલીસની હાજરીમાં ઠમઠોર્યો પણ હતો.
4 દિવસમાં ત્રણ સગીરાઓ દુષ્કર્મનો ભોગ બનતાં ખળભળાટ મચ્યો
જામનગરમાં જ બનેલી ગઈકાલની ઘટનામાં વરવાળા ગામની કિશોરી દુષ્કર્મનો ભોગ બની હતી. જેની જાણ થતાં તેના પિતાએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર પણ સામે આવી ચૂક્યાં છે. આ ઘટનામાં એક શખ્સે સગીરાના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી સગીરાને દુષકર્મનો ભોગ બનાવી હતી. સગીરા હાલમાં પુખ્ત વયની થતાં આરોપી કુતિયાણાના યુવક વિરુદ્ધ ફરિયાદ તો નોંધાવી છે પરંતુ તેના પિતાએ આત્મહત્યા કરી લીધી છે. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.