ETV Bharat / city

Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું

કચ્છમાં જખૌ દરિયાઈ સીમાથી 280 કરોડના હેરોઇન (Rs 280 crore Kutch drug case) ઝડપાવાના કેસમાં (Jakhau Port Drugs Case )દિલ્હી એનસીબી અને એટીએસ (Gujarat ATS) ઓપરેશનમાં દિલ્હીથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું
Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું
author img

By

Published : Apr 28, 2022, 7:13 PM IST

અમદાવાદ- કચ્છમાં દરિયાઈ સીમાથી (Jakhau Port Drugs Case ) 280 કરોડના હેરોઇન ઝડપાવાના કેસમાં (Rs 280 crore Kutch drug case) દિલ્હી એનસીબી અને એટીએસ ઓપરેશનમાં દિલ્હીથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુઝફફરનગરની એક ફેક્ટરીમાંથી 35 કિલો મળી આવ્યું. જે મામલે દિલ્હી એનસીબી UPDA ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. અન્ય બે આરોપીને ગુજરાત એટીએસે (Gujarat ATS) ભુજ કોર્ટમાં લાવી રિમાન્ડ મેળવ્યા છે.

પાકિસ્તાની મુસ્તુફાએ અગાઉ ભારતમાં ક્યાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ

દિલ્હીનો હૈદર માલ રીસિવ કરવાનો હતો - ગુજરાત એટીએસની ગિરફતમાં ઉભેલ પાકિસ્તાનની અલહજલ બોટમાં 280 કરોડના હેરોઈનનો જથ્થો (Jakhau Port Drugs Case ) લઇ આવ્યા હતાં. જે પાકિસ્તાની કરાચી માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. દરિયાઇ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી દિલ્હી મોકલવાના હતાં અને તે જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો.

આ પણ વાંચોઃ Jakhau Port Drugs Case: પાકિસ્તાની બોટથી હેરોઇનની હેરાફેરી કેસમાં ચૌંકાવનારો ખુલાસો, દિલ્હીમાં છૂપાયેલા હતા ડ્રગ્સ માફિયા

હૈદરની ફેકટરીમાંથી ઝડપાયું વધુ હેરોઇન - ગુજરાત એટીએસ (Gujarat ATS)અને દિલ્હી એનસીબી ઓપરેશનથી હૈદર રાજીની મુઝફ્ફરનગરમાં આવેલી ફેકટરીમાં દરોડા પાડી 35 કિલો હેરોઈન પકડ્યું હતું. જે બાદ ઇમરાન આમિર, અવતાર સિંહ અને અબ્દુલ ખાલીદની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે દિલ્હી એનસીબીએ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી ભુજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.

ભાગવા જતાં કરાયું હતું ફાયરિંગ - હેરોઇનનો જથ્થો (Jakhau Port Drugs Case ) લઇ આવેલા 9 પાકિસ્તાની બોટ લઈ ભાગવા જતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં એક આરોપીને ગોળીથી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ અન્ય આઠ આરોપીઓ નવ દિવસના રિમાન્ડ ઉપર છે. ત્યારે ગુજરાત એટીએસની (Gujarat ATS)તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તફા હેરોઇન દિલ્હીના હૈદર રાજીને મોકલવાનો સોદો કર્યો હતો. જે હેરોઇન મટીરીયલ ફોર્મમાં હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો જેને લઇ અલગ-અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા, શા માટે દરિયાઈ માર્ગો પસંદ કરાવામાં આવ્યા

અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ -પાકિસ્તાની કનેક્શન (International Drug Racket)સામે આવતાં જ અન્ય એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની મુસ્તુફાએ અગાઉ ભારતમાં ક્યાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તે ભારત આવી ચૂક્યો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.