ETV Bharat / city

J P Nadda Gujarat Visit : ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત (J P Nadda Gujarat Visit) મુલાકાતે છે. ત્યારે ગુજરાત કન્વેશન સેન્ટર ખાતે તેમણે પક્ષ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વચ્ચે આગામી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇ મહત્ત્વની વાતો (BJP Election strategy) કહી હતી.

J P Nadda Gujarat Visit :  ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે
J P Nadda Gujarat Visit : ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે
author img

By

Published : Apr 29, 2022, 8:38 PM IST

Updated : Apr 29, 2022, 8:49 PM IST

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત (J P Nadda Gujarat Visit)મુલાકાતે છે. ત્યારે ગુજરાત કન્વેશન સેન્ટર ખાતે ઢોલનગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીયપ્રધાનો અને સાંસદો પણ હાજર રહ્યાં હતાં.તેમણે કહ્યું કે વિકાસવાદને લઈને 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડશે.

પીએમ મોદીએ પરિવારવાદ નહીં વિકાસવાદ આપ્યો છે

બધાંને ભાજપના કાર્યકર બનવાનું સૌભાગ્ય નથી મળતું -યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં પહોંચેલા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ (J P Nadda Gujarat Visit)કહ્યું હતું કે, મને આજે ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળવાનો મોકો મળ્યો છે. હું આ તપોભૂમિને નમન કરૂં છું. બધાને ભાજપના કાર્યકર હોવાનું સૌભાગ્ય (BJP Election strategy) નથી મળતું. બીજી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો સાથે મારે મિત્રતા છે. તેમની શું સ્થિતિ છે એની મને ખબર છે. કોંગ્રેસ હવે ભાઈબહેનની પાર્ટી થઈ ગઈ છે. અગાઉના રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરતાં હતાં. સ્થાનિક પક્ષો પણ પરિવારવાદના પક્ષો બની ગયાં છે. કોરોનાકાળમાં બીજી પાર્ટીના નેતાઓ માત્ર ટ્વિટર પર મળતાં હતાં. પરંતુ ભાજપના કાર્યકરો ફિલ્ડમાં કામ કરતાં હતાં.

વિદેશમાં ફસાયેલા લોકો માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું -તેમણે (J P Nadda Gujarat Visit)કહ્યું કે એવો કયો દેશ છે જે બીજા દેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે પ્રયત્નશીલ હતો? મોદી સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત ફરવામાં મદદ કરી હતી. ભારત એવો દેશ છે જેણે રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને યુરોપિયન લીડરશીપ સાથે ચર્ચા કરીને ભારતીયોને સુરક્ષિત દેશમાં લાવવામાં આવ્યાં. મોદી હૈ તો મુમકિન હૈ. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપને ચાર રાજ્યોમાં સત્તા મળી અને ગોવામાં હેટ્રિક કરી. ભાજપની સીટો (BJP Election strategy)પણ વધી છે.

આ પણ વાંચોઃ J P Nadda Gujarat Visit : જે.પી.નડ્ડાએ કેમ કહ્યું ગુજરાત ભાજપ માટે એક પ્રયોગશાળા?

ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી - નડ્ડાએ (J P Nadda Gujarat Visit)જણાવ્યું હતું કે આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે.ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો, હવે કાર્યકર્તાઓ સાથે મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે.વડાપ્રધાન મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં ત્યારે જોવા મળ્યું છે કે ગુજરાતની છબી પણ વિશ્વ સ્તરે પ્રચલિત છે. રાજનીતિમાં ભાજપે જાતિવાદ,પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર (BJP Election strategy)આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે એક જવાબદાર સરકાર છે અને રિપોર્ટ કાર્ડ જનતા વચ્ચે લઈને જઈએ છીએ. ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની સાથે જનતા સાથેના જોડાણ માટેની પ્રયોગશાળા (Gujarat is Political Laboratory for BJP) રહ્યું છે. ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે. જ્યારે કોરોનામાં અમેરિકા અને યુરોપ લાચાર સમજતું હતું. ત્યારે બોલ્ડ નિર્ણયો કરીને વડાપ્રધાન મોદીએ લોકોને મહામારીમાંથી બહાર કાઢ્યાં. કોરોનામાં સમગ્ર વિશ્વમાં ઝડપથી અને વિશાળ વેક્સિનેશન સૌથી ઝડપી માત્ર ભારતમાં થયું છે.

આ પણ વાંચોઃ JP Nadda Ahmedabad Visit: ગાંધી આશ્રમમાં જે. પી. નડ્ડાએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે અહીં આવીને...

કોરોના મહામારીમાં ભાજપે જ સેવા એ જ સંગઠન સૂત્રથી કામ કર્યું - કોરોનામાં બાકીની પાર્ટીઓ ગ્રાસ રૂટ પર કામ નહોતી કરતી. ભારત હવે નિકાસનું હબ બની ગયું છે. નીતિ આયોગ પ્રમાણે ગુજરાત ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં એક નંબરે છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અને સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી આગળ વધી રહી છે. ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે જે દેશમાં પણ લાગુ કરી આગળ વધારીશું. વિકાસવાદના દૂત બનીને ગુજરાતને(Gujarat Assembly Election 2022) આગળ લઈ જઈશું. અમે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ ( BJP's development politics )સાથે આગળ વધી રહ્યાં છીએ. વિપક્ષે મજબૂત થવું જોઈએ. અમે પણ ઘણી જગ્યાએ વિપક્ષમાં છીએ.

ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું, - જે. પી. નડ્ડાએ (J P Nadda Gujarat Visit) કહ્યું હતું કે જ્ઞાતિવાદને છોડીને નરેન્દ્ર મોદીએ ભારતને વિકાસવાદનું રાજકારણ (BJP Election strategy) આપ્યું, જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ છે. કોરોનાકાળમાં ભારતે વિશ્વમાં સૌપ્રથમ બે વેક્સિનની શોધ કરી અને અઢીસો કરોડ જેટલા ડોઝ અપાયા છે. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે અખિલેશ જેને મોદી ટીકા કહેતાં હતાં એ જ રસી પોતે પણ ચૂપચાપ લઈ આવ્યા છે.

Last Updated : Apr 29, 2022, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.