ETV Bharat / city

ઇસનપુર બંધનું એલાન : મહાદેવ મંદિરની બહાર ગૌવંશના ટુકડા ફેંકાયા, હિંદુ સંગઠનોએ આપ્યું બંધનું એલાન - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદના ઇસનપુરમાં ગૌવંશ કતલ ( Slaughter of cow ) કરી અવશેષ મહાદેવ મંદિર પાસે ફેકવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ જન્માવ્યો હતો. આ પ્રકારની ઘટનાને અંજામ આપનારાઓ પર કડક કાર્યવાહીની માગણી કરવા સાથે VHP દ્વારા ઇસનપુર બંધનું (Isanpur Bandh ) એલાન આપવામાં આવ્યું હતું.

ઇસનપુર બંધનું એલાન : મહાદેવ મંદિરની બહાર ગૌવંશના ટુકડા ફેંકાયા, હિંદુ સંગઠનોએ આપ્યું બંધનું એલાન

author img

By

Published : Aug 5, 2022, 8:11 PM IST

અમદાવાદઃ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ (hate crime ahmedabad ) જોવા મળ્યો છે. ગૌવંશની કતલ ( Slaughter of cow )કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોય અથવા લઈ જતાં પડી ગયું હોય તેવી શંકા આસપાસના સ્થાનિક રહીશો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP ) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઈસનપુર બંધનું એલાનઃ પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર કતલ કરેલું ગૌવંશ મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હિન્દુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.તેઓ દ્વારા આજે ઈસનપુર બંધનું એલાન (Isanpur Bandh ) આપવામાં આવ્યું જેના પગલે ધીરે ધીરે વિસ્તારમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

ગૌવંશની કતલ કરનારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી

ઘટનાને લઇ ટોળાં ઉમટ્યાંઃ સવારના સમયે મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઇ ગયા હતા અને આ રીતે ગૌવંશની કતલ કરનારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી નજીક ભગવાનનગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું અને તેનાથી આગળ મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર લોકોએ રોડ ઉપર ગૌવંશના ટુકડા જોયા હતા. પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વાળીને આ ટુકડા ત્યાં રોડ ઉપર પડેલા જોઈ અને સ્થાનિક લોકો ભેગા થઇ ગયાં હતાં.

આ પણ વાંચોઃ ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

ગાયોની કતલ પરનો કાયદો કાગળ પરઃ માલધારી મહાપંચાયત (Maldhari Mahapanchayat) પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ અમદાવાદ પોલીસ કમિશનરને (Ahmedabad Police Commissioner) રજૂઆત કરી છે કે ઇસનપુર ખાતે આજે સવારે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગાય માતાના ટુકડે ટુકડા કરી જાહેર રોડ રસ્તા પર ફેંકી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો કોઈ કાયદાનો ડર અને ખૌફ નથી તેવી અસામાજિક તત્વોએ ચેલેન્જ ફેેકી છે. ગુજરાતમાં ગાયોની કતલ ઉપર ગુજરાત સરકારે જન્મટીપનો કાયદો બનાવ્યો છે પણ ફક્ત કાગળ ઉપર જ છે.

આ પણ વાંચોઃ ગૌરક્ષા કાર્યકરોએ ગૌવંશ ભરેલા કન્ટેનરને હાઇવે પરથી ઝડપી પાડ્યું

કડક કાર્યવાહી કરવાની માગણીઃ અમે વારંવાર રજૂઆત કરી છે કે રાત્રીના 3થી 5ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલાં ન ભરાતા આજે ઇસનપુરમાં આરોપીઓનો પાપનો ઘડો છલક્યો છે. અમારી માંગણી છે કે ઇસનપુરમાં કૃત્ય કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.

સીસીટીવી ચેક કરવામાં લાગી પોલીસઃ ત્યારે હાલમાં પોલીસ તપાસમાં જે યુવક ગૌમાંસ ફેંકીને ગયો છે તે cctv કેમેરામાં કેદ થયો છે. જ્યારે પોલીસ હાલમાં cctv ના આધારે તપાસ કરી રહી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) જોડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.