ETV Bharat / city

શું થૂંકના નમૂનાથી કરી શકાશે RT-PCR ટેસ્ટ ? - થૂંકથી કોરોના રિપોર્ટ પર રિસર્ચ

કોરોના વાઈરસ પોઝિટિવ અથવા કે નેગેટિવ અંગેની તપાસ કરવા માટે ગુજરાતમાં અત્યાર સુધી RT-PCR ટેસ્ટ થતા હતા પરંતુ અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ વિભાગ દ્વારા થૂંકના સેમ્પલથી કોરોનાના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 88 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. હાલ ICMRમાં સરકારે રિપોર્ટ સબમિટ કર્યા છે.

શું થૂંકના નમૂનાથી કરી શકાશે RT-PCR ટેસ્ટ ?

author img

By

Published : Jun 23, 2021, 10:59 PM IST

  • કોરોના વાઇરસ પર સિવિલની ડેન્ટલ હોસ્પિટલનું રિસર્ચ
  • થૂંકથી થઈ શકે છે કોરોના વાઇરસનો ટેસ્ટ
  • ICMRમાં સરકારે રિપોર્ટ કર્યો સબમિટ

અમદાવાદ : કોરોના વાઈરસ પોઝિટિવ અથવા નેગેટિવ તપાસ કરવા માટે થઈ રેપીડ અથવા તો RT-PCR ટેસ્ટ કરવામાં આવતા છે. જેમાં નાક અને મોઢામાં સ્ટીક નાંખીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકોને પીડાનો સામનો કરવો પડતો હતો. તેવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલે એક અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં થૂંકના નમૂનાઓના આધારે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 88 ટકા ટેસ્ટ સાચા પુરવાર થયા હોવાનું સામે આવ્યું છે. આ રિસર્ચ રિપોર્ટ રાજ્ય સરકાર અને ICMRને પણ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.

શું થૂંકના નમૂનાથી કરી શકાશે RT-PCR ટેસ્ટ ?

ડેન્ટલના ડોક્ટરો શું કહે છે ?

ડેન્ટલ હોસ્પિટલ કોલેજના ડીન ડૉ. ગિરીશ પરમારે અને તેમની ટીમે સુરતના ડોક્ટરો સાથે મળીને આ રિસર્ચ શરૂ કર્યું હતું. આ રિસર્ચના આધારે ડેન્ટલ હોસ્પિટલના તબીબો કહે છે કે, કોરોના ટેસ્ટ માટે મોઢા અને નાકમાં સ્ટીક નાખવામાં આવતી હોય છે. જેના કારણે કેટલાક લોકો ગભરાટ અનુભવતા હોય છે. જેથી ભવિષ્યમાં આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેવા હેતુસર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વ્યક્તિના થૂંકના સેમ્પલ દ્વારા પણ RT-PCR ટેસ્ટ થઈ શકે છે, તેવું પુરવાર થયું છે. સિવિલની ડેન્ટલ હોસ્પિટલ દ્વારા અલગ-અલગ 300થી વધુ લોકોના થૂંકના નમૂના લઇને RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 88 ટકા કિસ્સામાં આ પરિણામો સાચા પુરવાર થયા છે.

ક્યારથી થૂંકથી થઈ શકશે કોરોના ટેસ્ટ ?

ડૉ. ગિરીશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, થૂંકના આધારે લેવામાં આવેલા ટેસ્ટના રિપોર્ટ રાજ્ય સરકાર અને ICMRને મોકલવામાં આવ્યો છે. તેમની મંજૂરી મળ્યા બાદ જ આ અંગે વધારે કંઈક થઈ શકશે. હવે પરિક્ષણના તબક્કામાં સફળતા મળ્યા બાદ આગામી દિવસોમાં નાક અને મોઢામાં સ્ટીકને બદલે થૂંકના સેમ્પલ થકી કોરોના ટેસ્ટ કરવામાં આવે તો નવાઈ નહીં !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.