IPL-2022 ની ફાઇનલ (IPL 2022 Final ) અને ક્વોલિફાયર મેચને (IPL Qualifier 2 Match) લઈને અમદાવાદમાં માહોલ જામી ચુક્યો છે. ક્વોલિફાયર-2 આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાશે. બંને ટીમમાંથી વિજેતા ટીમ રવિવારે ગુજરાત ટાઈટન્સ (Gujrat Titans ) સામે 2022 IPL નો ખિતાબ જીતવા ઉતરશે.
કોણ જીતશે ખિતાબ : RCB કે ટાઈટન્સ ? -નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (Ahmedabad narendra modi stadium)બહાર ઓનલાઇન બુક કરેલી ટિકિટ લેવા લોકો આવી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર્સ અને સૌથી વધુ ગુજરાત ટાઈટન્સની (Gujrat Titans ) ટી-શર્ટ સ્ટેડિયમ બહાર વેચાઈ રહી છે. ફાઇનલ અને ક્વોલિફાયર-2 ની (IPL Qualifier 2 Match)મેચની મોટાભાગની ટિકિટો વેચાઈ ચુકી છે. પ્રેક્ષકોનું માનવું છે કે, ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતશે. ફાઇનલમાં બેંગ્લોર અને ગુજરાતની ટીમ રમશે. ગુજરાતીઓ ગુજરાત ટાઈટન્સ જ જીતશે તેવી આશા રાખી રહ્યા છે તો બહારથી આવેલા પ્રેક્ષકો બેંગ્લોરની ટીમ જીતશે (IPL 2022) તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ IPL Season 2022: દરેક ગેમમાં પડકારો હોય જ છે, જીતની કોઈ ગેરન્ટી આપી ન શકે : હાર્દિક પંડ્યા
પ્રેક્ષકોએ કેવી રીતે નક્કી કર્યો જીતનો મદાર ? -પ્રેક્ષકોનું કહેવું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના બોલર્સ અને બેટ્સમેન ફોર્મમાં આવી ચુક્યા છે. ગુજરાતની ટીમ (Gujrat Titans ) પ્રથમ વખત IPL માં રમતી હોવાથી તેને કરોડોના બોન્ડ ભર્યા છે, એટલે તેને ફાઇનલમાં લાવવામાં આવી છે. જ્યારે ગુજરાતના પ્રેક્ષકો કહી રહ્યાં છે કે, ફાઇનલમાં ચુસ્ત ફિલ્ડિંગ અને બોલિંગથી ગુજરાતની ટીમ IPL-2022 નો ખિતાબ જીતશે.
આ પણ વાંચોઃ IPL 2022: ગુજરાત ટાઈટન્સ ટીમની અમદાવાદમાં ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું
સ્થાનિકોને રોજગારીની આશા - અમદાવાદમાં કાળઝાળ ગરમી હોવાથી સ્થાનિક દુકાનદારોને ઠંડા પીણાં, પાણી અને નાસ્તાના રોજગારની મોટી આશા છે. કોલકાતાથી અહીં ટી-શર્ટ વેચવા (Gujarat Titans T-shirt Sale) આવેલા ફેરિયાઓને પણ અહીંથી સારી કમાણીની આશા છે.