ETV Bharat / city

Invitation to third wave of corona : પોલીસ, AMC અને સરકાર બની મુકપ્રેક્ષક..! - કોરોનાની ત્રીજી લહેર

અમદાવાદ શહેરમાં રવિવારે ફરી એક વખત ખાણીપીણી બજાર અને મોલમાં પબ્લિક ઉમટી પડી હતી. કોરોના કહેર (Corona wave)ને ભૂલીને ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સ (Social distance) અને માસ્કનો ભંગ કરવામાં આવી રહ્યો હતો આ બધું જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે અમદાવાદીઓ કોરોનાની ત્રીજી લહેર (Invitation to third wave of corona)ને આમંત્રણ આપી રહ્યા હોય. શહેરના લો ગાર્ડન, HL કોલેજ, ગુજરાત યુનિવર્સિટી સહિતના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા હતા. તો બીજી તરફ પોલીસ અને સરકાર મુકપ્રેક્ષક બની જોતી રહી હતી.

Invitation to third wave of corona
Invitation to third wave of corona
author img

By

Published : Jul 5, 2021, 10:21 AM IST

Updated : Jul 5, 2021, 2:22 PM IST

  • અમદાવાદ શહેરમાં કોરોના(Corona)નું લોકો ભૂલ્યા ભાન
  • "સ્વાદના શોખીન આરોગ્ય ભૂલ્યા" પોલીસ અને સરકાર મુકપ્રેક્ષક બની
  • ખાણીપીણી બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉડ્યા ધજાગરા

અમદાવાદ: શહેર સહિત ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ઘટ્યું છે તે બાબત ચોક્કસ છે પરંતુ કોરોના વાયરસ સમાપ્ત થયો નથી તે બાબત પણ એક વાસ્તવિકતા છે. ગુજરાત સરકાર કોરોનાની ગાઈડલાઈનને લઈ સતત જાહેરાત કરી રહી છે. જો કે, તેમ છતાં અમદાવાદ શહેરના મોટાભાગના વાણિજ્ય એકમો અને ખાણીપીણી બજારો તેનું પાલન કરી રહ્યા નથી તે બાબત સ્પષ્ટ છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા દ્રશ્ય ETV Bharatના કેમેરામાં કેદ થયા હતા. શહેરના લો-ગાર્ડન, HL કોલેજ, ગુજરાત યુનિવર્સિટી સહિતના મોટાભાગના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની લારી અને વાણિજ્ય એકમો પર અમદાવાદીઓ બેફામ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા.

શું અમદાવાદી ભૂલ્યા આરોગ્યનું જ ભાન ?

HL કોલેજ સૌથી મોટું ખાણીપીણી બજાર કહી શકાય કારણ કે આ બજારમાં લોકો મેગી, ફ્રેંકી, પાસ્તા સહિત અવનવી વાનગી ખાવામાં માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણે આ બજારો સુના પડ્યા હતા. કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ ધીમે ધીમે બજારો ખુલ્યા છે. ખાણીપીણી બજારોને છુટછાટ આપવામાં આવી છે પરંતુ કેટલાક ધારાધોરણો બનાવ્યા બાદ ખાણીપીણી બજારોને મળેલી છુટછાટનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ હતી કે, અમદાવાદીઓ સ્વાદના શોખીન બન્યા છે પરંતુ આરોગ્યનું ભાન ચોક્કસ ખુલી ગયા છે.

આ પણ વાંચો : Vat Savitri Vrat 2021 : પાટણમાં વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

શું કોરોનાને અમદાવાદી ખતરનાક નથી સમજી રહ્યા ?

અમદાવાદ શહેરમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક પરિવારો ઘર બેઘર બની ગયા છે. કોરોનાના તાંડવને કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બીજી લહેરમાં 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો અને કલાકો સુધી હોસ્પિટલોમાં વેઇટિંગ અનેક પરિવારો અને તે દ્રશ્યના કારણે હૈયું કંપાવી નાખતું હતું પરંતુ સરકારે શહેરમાં કેટલીક છૂટછાટો આપી ત્યારથી અમદાવાદીઓ બેફામ ફરી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં કોરોનાનો જાણે કોઈ ભય રહેલો જ ન હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતાં. અમદાવાદી કોરોના વાઇરસને ખતરનાક ન સમજતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કોરોનાની પ્રથમ અને બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ હતી.

પોલીસ અને સરકારી તંત્ર શા માટે કોઈ પગલાં નથી ભરી રહ્યું ?

અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો ત્યારે તંત્ર કામ કરી રહ્યું હોય તેવા અનેક દ્રશ્ય જોયા હતા પરંતુ કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થતા પોલીસ અને તંત્રની કામગીરીમાં પણ જાણે ઘટાડો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય લોકો જોડેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો દંડના નામે હજારો અને લાખો રૂપિયા એકઠા કરનાર અમદાવાદ શહેર પોલીસ જાણે મુકપ્રેક્ષક બની જોતી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ પર પણ અનેક શંકા ઉપજાવી રહી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં તંત્રએ કેટલાક ટકા સાથે છૂટછાટ આપી છે પરંતુ તેની તપાસ તંત્ર દ્વારા શા માટે કરવામાં આવતી નથી. ખાણીપીણી બજારોમાં પોલીસ શા માટે પોતાનું પેટ્રોલીંગ કરતી નથી..? વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાણીપીણી બજારો પર કોઈ પણ કાર્યવાહી ન કરવાનો માટે થઈ પોલીસ બજારની શરૂઆત સમયે જ રૂપિયા એટલે કે લાંચ લઈ લેતી હોય છે. જેથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે અનેક સવાલો હાલ પોલીસ પર પણ ઉપસ્થિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Violation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં

તપાસના નામે શા માટે ઢોંગ કરતી AMC ?

કોરોના વાઇરસનો ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરની સમાપ્તિ મહદઅંશે થઈ ગઈ છે. પરંતુ કોવિડ 19ની શરુઆતથી અમદાવાદ શહેરમાં AMC તપાસના નામે માત્ર ઢોંગ રચી રહી હોય તેવું લાગી રહ્યું હતું. અમદાવાદ શહેરના ખાણીપીણી બજારો સીલ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થાય તો મોલ સીલ કરવા દુકાનો દંડ આપવો શાકભાજીની લારીઓ, પાન ગલ્લા, ચાની કિટલીઓ પર દંડની વસુલાત કરવી આ તમામ પ્રક્રિયા કરવામાં આવતી હતી. જો કે, ઊંઘતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે ઝડપાઇ ગઈ છે. તપાસના નામે ઢોંગ રચતી કોર્પોરેશન ખાણીપીણી બજારો, વાણિજય એકમો પર હવે કોઈ પણ પ્રકારની તપાસ, સરપ્રાઈઝ ચેકીંગ અથવા નિયમનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરી રહી નથી જેનું પરીણામ આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેરને પણ મળશે આમંત્રણ ?

આજના આ પ્રકારના દ્રશ્યથી ચોક્કસ કહી શકાય છે કે, સરકાર અને પોલીસ કોઈ નક્કર પગલાં નહિ ભરે તો કોરોનાની ત્રીજી લહેર અમદાવાદ શહેરમાં નજીકના દિવસોમાં ત્રાટકી શકે છે. પ્રથમ અને બીજી લહેરમાં જે પ્રકારે ચોંધાર આંસુએ રડવાના દિવસો આવ્યા હતા. સ્મશાનમાં મૃતદેહની મોટી લાઈનો અને રડવાની કીકીયારી ફરી એક વખત આ બેદરકારીથી ગુંજી શકે છે. ત્યારે અમદાવાદ શહેરના લોકો ખાવાના શોખીન છે સ્વાદના શોખીન રહેલા શહેરના નાગરિકો આરોગ્ય ભૂલ્યા છે. પરંતુ કોરોના ગયો નથી જેતી જજો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક ફરજિયાત પહેરવા ETV Bharat પણ દેશના તમામ લોકોને સતત અપીલ કરી રહ્યું છે.

Last Updated : Jul 5, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.