ETV Bharat / city

કેન્સર ડે વિશેષ: કેન્સર સર્વાઇવર અને ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખિકા અર્ચના ચૌહાણ સાથે ખાસ મુલાકાત - વિશ્વ કેન્સર દિવસ

દુનિયામાં અમુક લોકો એવા પણ છે જે કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ તેમણે કેન્સર સામે જંગ પણ જીતી છે અને લોકો સામે રિયલ હીરો તરીકે ઉભરી આવ્યા છે. આવા જ ગુજરાતી નાટક અને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી, લેખક અને જેમના ગુજરાતી નાટક મુંબઇની રંગભૂમિ પર ખૂબ સારા કલાકારો દ્વારા ભજવવામાં આવે છે તેવા અર્ચના ચૌહાણ સાથે ETV ભારતની ખાસ મુલાકાત.

કેન્સર ડે
કેન્સર ડે
author img

By

Published : Feb 4, 2021, 5:42 PM IST

Updated : Feb 4, 2021, 9:53 PM IST

  • 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી
  • 2 વાર કેન્સરને મ્હાત આપી ચૂક્યા છે અર્ચના ચૌહાણ
  • કોરોના સામે પણ મેળવી છે જીત
  • ગુજરાતી નાટક, ફિલ્મ અને ધારાવાહિકમાં કરી રહ્યા છે કામ
  • તેમના નાટક મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર પણ ભજવાઈ રહ્યા છે
    કેન્સરને માત આપનાર અર્ચના ચૌહાણ

અમદાવાદ: 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ છે. ત્યારે આજે આપણે એક એવા લેખક, અભિનેત્રી વિશે ખાસ ચર્ચા કરીશું જેમણે કોરોના, કેન્સર જેવી બીમારીઓને મ્હાત આપી છે. ETV ભારતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અભિનેત્રી અર્ચના ચૌહાણ સાથે ખાસ વાતચીત કરી હતી.

4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી

'કેન્સર' એ ખોફનાક શબ્દનું નામ છે, જે માત્ર દર્દીને જ નહિં પરંતુ તેના પરિવારજનોને પણ સંપૂર્ણપણે બરબાદ કરી દે છે. કેન્સર લોકોને શારીરિક અને માનસિક તેમજ આર્થિક રીતે તોડી દે છે. જોકે, દુનિયામાં અમુક લોકો એવા પણ છે, જોઓ આ બીમારી સામે લડી રહ્યા છે. તો એટલું જ નહિં પરંતુ તેમણે કેન્સર સામે જંગ પણ જીતી છે અને લોકો સામે રિયલ હીરો તરીકે સામે પણ આવ્યા છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આ જાનલેવા બીમારી સામે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે.

ETV ભારત સાથે અર્ચના ચૌહાણની ખાસ વાતચીત

ETV ભારત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 32 વર્ષની ઉંમરે ગર્ભાશયના મુખનું કેન્સર તેમને થયું હતું. તેમણે કહ્યું કે, જ્યારે તેમને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ હતપ્રભ થઇ ગયા હતા. તેમણે વધુમાં કહ્યુ કે, મને કેન્સર થઇ જ કેવી રીતે શકે? એવા ઘણા સવાલો વચ્ચે મનોમન ગમે તે થાય મારે જીવવાનું જ છે એવું નક્કી કર્યું હતું. ચક્રવ્યુ ભરી સારવારની યાતનામાંથી કેન્સરને માત આપી દીધા પછી હું ખુશ હતી. મારા હસબન્ડ વી.એસ.હોસ્પિટલમાં જોબ કરે છે. કોરોના દરમિયાન મારા પતિની તબીયત બગડવા લાગી, તકલીફ એટલી વધી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા અને તેઓ કોરોના પોઝિટિવ આવતા તેમના ઘરની બહાર ક્વોરન્ટાઇનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.

બીજી વખત હાઇગ્રેડ-૩નું કેન્સર

એ જ દિવસે મને સાથળમાં મોટી ગાંઠ હોય એવું ફિલ થયું. ડોક્ટર સાથે વાત કરતા તેમણે તાત્કાલિક બાયોપ્સી અને અન્ય રિપોર્ટ કરાવવા કહ્યું પણ અમે ક્વોરન્ટાઇન હોવાથી બહાર નીકળવું મુશ્કેલ હતું. જોકે રાહ જોવાય એમ નહોતું એટલે મારો કોરોના રિપોર્ટ કરાવ્યો, જે નેગેટિવ આવતા, કોર્પોરેશનની પરમિશનથી હોસ્પિટલમાં જઇ તાત્કાલિત રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં બીજી વખત હાઇગ્રેડ-૩નું કેન્સર સામે આવ્યું હતું. આ કેન્સર ભયંકર રીતે આગળ વધી રહ્યું હતું. લોકડાઉનમાં ઓપરેશન કરવાનું નક્કી કર્યું. પતિ 15 દિવસ પછી ઘરે આવ્યાં બાદ મારી મેજર સર્જરી થઇ હતી. તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં બીજી હું કેન્સરને માત આપી ચૂકી છું.

કેન્સરને માત આપતા લોકો

કેન્સર હવે સામાન્ય રોગની જેમ વધી રહ્યો છે, પરંતુ કેન્સરનું જો વહેલું નિદાન કરવામાં આવે તો તેને વધતા અટકાવી શકાય છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જે કેન્સરને માત આપી સામાન્ય જીવન જીવી રહ્યા છે.

Last Updated : Feb 4, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.