ETV Bharat / city

International Women's Day: 181 અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નીડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો - પોલીસ એક્શન ડેસ્ક

ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 'અભયમ' યોજના (Abhayam Women's Helpline) 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાના સાત વર્ષ પૂર્ણ કર્યા છે.આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

International Women's Day
7 years Completed in Gujarat: 181 અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો
author img

By

Published : Mar 7, 2022, 8:35 PM IST

Updated : Mar 7, 2022, 10:14 PM IST

અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે 'અભયમ' યોજના (Abhayam Women's Helpline)શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું, ત્યારબાદ ગુજરાતનું આ મોડલ (Model of Gujarat)જોઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો. 181 અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો(Women's safety) ઘરેલું હિંસા, શારિરીક, માનસિક કે જાતીય સતામણી કોઇપણ પ્રકારની તકલીફમાં સુરક્ષાનું ચક્ર બનીને 24 કલાક કાર્યરત રહે છે 181 અભયમ હેલ્પલાઇન. ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ (Pilot project in 2014)ત્યારબાદ વર્ષ 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી શરૂ કરેલા આ પ્રોજેક્ટને આજે સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.

International Women's Day:

7 વર્ષમાં 10 લાખથી વધુ મહિલાઓને સેવા આપી

181 અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે હેલ્પફૂલ તેમજ સંકટ સમયની સાથી સાબિત બની છે. આજની નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. આજે મહિલા સ્વતંત્ર રીતે જીવન જીવી પોતાનાં સ્વપનાઓ સાકાર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢિગત માન્યતાઓ અન જૂનવાણી વિચારસરણી મહિલાની મુસીબતનું કારણ પણ બનતા હોય છે. આવા સમયમાં મુસીબતમાં પડેલી મહિલા શું કરે ? કોની પાસે જાય ? આ તમામ પશ્નોના સમાધાન માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ(Child Development Department), ગૃહ વિભાગ અને GVK- EMRI દ્વારા સંકલિત રીતે 181 અભયમ હેલ્પલાઇન કાર્યકરત છે. જેના થકી શારીરિક-માનસિક રીતે પીડિત (Suffering physically and mentally)મહિલાઓ ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં ત્વરિત સહાય મેળવી શકે છે.

'અભયમ' યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે

મહિલાઓની સુરક્ષા માટે 'અભયમ' યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વર્ષ 2014માં અભિયાનની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેકટ હતો. જે સફળ થતાં સમગ્ર રાજ્યભરમાં વર્ષ 2015માં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતનું મોડલ જોઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો.આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમા સતામણી, હિંસા કે અન્યાય બાબતે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે.

લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા

આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. આ સેવાનો લાભ રાજ્યની કોઇપણ કન્યા, યુવતિ કે મહિલા લઇ શકે છે. મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો કોઇપણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

આ પણ વાંચો: International Women's Day: 'સિંહણ' બનીને મહિલા કર્મચારીઓ ગીરના જંગલ અને હિંસક પ્રાણીઓની કરી રહી છે દેખભાળ

અભયમ મહિલા હેલ્પ લાઇનની પ્રશંસનીય કામગીરી

181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ફેબ્રુઆરી 2014થી 7 જાન્યુઆરી 2022 સુધીની કામગીરીની વિગતો વિશે ચીફ ઓપરેટીંગ ઓફિસર, જશવંત પ્રજાપતિ એ જણાવ્યું કે, ટુંકા સમયગાળામાં જ 9,90,323 કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલિંગ, બચાવ, માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે. આ ઉપરાંત તાકિદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 2,03,225 જેટલા મહિલાને કાઉન્સીલિંગ કરીને મદદ પુરી પાડી છે. એટલું જ નહીં, 1,26,737 જેટલી પીડિત મહિલાના કિસ્સામાં સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો છે.

પીડિતોને સાચા અર્થમાં સુરક્ષા પુરી પાડી છે

જિલ્લાઓમાં ૨૪ કલાક કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની 47 રેસક્યું વાનના કાઉન્સિલરને પીડિત મહિલાની ગંભીર પ્રકારની સમસ્યા ધ્યાને આવતા મહિલાને સુરક્ષા અને લાંબા ગાળાના કાઉન્સિલિંગની સેવાઓ મળી રહે તે હેતુથી 61,443 જેટલી મહિલાઓને રેસક્યું કરીને પોલીસ સ્ટેશન O.S.C સેન્ટર(One Stop Center), હોસ્પિટલ, નારિગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી પહોચાડી પીડિતોને સાચા અર્થમાં સુરક્ષા પુરી પાડી છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશનનું ટૂંકા સમયગાળામાં 1,32,827 કરતાં વધારે મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની સેફ્ટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

પોલીસ એક્શન ડેસ્ક

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાર્યરત પોલીસ એક્શન ડેસ્ક (Police Action Desk) દ્વારા 21,693 જેટલા બિન જરૂરી ફોન કોલ કે મેસેજ દ્વારા મહિલાની પજવણીના કેસમાં પોલીસ સ્ટેશનને ગયા વગર ઘેર બેઠા સમસ્યાના નિરાકરણ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને પોલીસ એક્શન ડેસ્ક દ્વારા સતત ફોલોઅપ કરીને પીડિત મહિલાની સમસ્યાનું સફળતા પૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: World Women's Day: દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કચ્છીકળાઓમાં મહિલાઓનું વિશેષ યોગદાન

Last Updated : Mar 7, 2022, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.