- અમદાવાદના જમાઈ બન્યાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી રાહુલ ચૌધરી
- અમદાવાદની હિતાલી સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં
- 8 ડીસેમ્બરે અમદાવાદમાં થયાં લગ્ન
- આજે હેલિકોપ્ટરમાં નવવધૂને લઇને પહોચ્યાં પોતાના વતનના ગામ
અમદાવાદઃ રાહુલ ચૌધરી જ્યારે હેલિકોપ્ટરમાં પોતાની નવપરિણીતાને લઇને ઊતર્યાં ત્યારે તેમનો પરિચય આપવાની કોઇને જરૂર ન હતી. કારણ કે તેઓ કબડ્ડીના આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી છે. બિજનૌર જિલ્લાના નાનકડા ગામ જલાલપુર છોઇયાંના એક સામાન્ય ખેડૂતના પરિવારમાં જન્મેલ રાહુલ આજે કારકિર્દીની એ ઊંચાઈએ છે જ્યાં પહોંચવું ખૂબ કપરું હોય છે. રાહુલના પિતા રામપાલસિંહ ખેડૂત છે અને હોમગાર્ડની નોકરી પણ કરે છે. જ્યારે માતા ગૃહિણી છે.
- અમદાવાદના ઉદ્યોગપતિની દીકરી છે હિતાલી
રાહુલના લગ્ન અમદાવાદના એક મોટા ઉદ્યોગપતિની દીકરી હિતાલી સાથે થયાં છે. હિતાલી ઇન્ડિગો એરવેઝમાં પાયલોટના પદ પર કાર્યરત છે. રાહુલે માધ્યમોને જણાવ્યું હતું કે લગ્ન પછી આજે પોતાની પત્ની હિતાલી સાથે હેલિકોપ્ટરમાં બેસીને પોતાના ગામ આવ્યાં છે. હિતાલી સાથેના લગ્નને લઇને રાહુલે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. રાહુલની પત્ની હિતાલી સાથે વાત કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે, રાહુલ સાથેના લગ્ન તેની ખુશનસીબી છે. રાહુલ જ્યાં રહેશે ત્યાં પોતે પણ ત્યાં જ રહેશે.
- બપોરે વતનમાં પહોંચ્યાં હિતાલી અને રાહુલ
આજે બપોરે રાહુલ ચૌધરી પોતાની પત્ની હિતાલી સાથે હેલિકોપ્ટરમાં બેસીને બપોરે 12 વાગે તેમના પૈતૃક ગામ જલાલપુર છોઇયાં પહોંચ્યાં હતાં. તેમના આગમન પૂર્વે જ મોટી સંખ્યામાં ગામના લોકો ત્યાં હાજર હતાં. દરેક વ્યક્તિ રાહુલ અને નવીનવેલી દુલ્હન હિતાલીને જોવા માટે ઉત્સાહિત નજરે પડ્યાં હતાં.