અમદાવાદઃ : આ 7 વાયરમેનોને બાદમાં હંગામી ધોરણે લેવામાં આવ્યાં હતાં. તેથી 1985થી હંગામી નિમણૂક દરમિયાનના પગારનો ડિફરન્સ તેમને ચૂકવવામાં આવ્યો નથી. જ્યારે જુનિયરોને ડિફરન્સ ચૂકવી દેવાયો છે.એટલે કે ડિફરન્સ સરકારી ખાતાએ તેમને ચૂકવવાનો થાય છે.પરંતુ આ બાબતે અધિકારીઓ ટસના મસ ન થતાં, આ કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટનો આશરો લીધો હતો.ત્યાંથી પણ પાંચ વર્ષનો ડિફરન્સ ચૂકવવા ગુજરાત સરકારના અધિકારીને આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ અધિકારીઓ ગુજરાત હાઇકોર્ટના આદેશને ઘોળીને પી ગયાં હતાં.
1985થી 7 વાયરમેનને અન્યાયઃ હાઇકોર્ટના આદેશને ગુજરાત જળસંપતિ વિભાગના અધિકારીઓ ઘોળીને પી ગયાં
ગુજરાત સરકારના નીતિનિયમોનો ભેદભાવ સામે આવી રહ્યો છે. ગુજરાતના સરકારના જળસંપતિ વિભાગમાં સાત કર્મચારીઓ રોજિંદા મહેકમ ઉપર પાંચ વર્ષ માટે લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમની વર્કચાર્જ મહેકમ ધોરણે 1980માં નિમણૂક આપવામાં આવી હતી. જેના પાંચ વર્ષના અનુભવને આધારે તેમને હંગામી ધોરણે નિમણૂક 1985માં આપવાની થતી હતી. પરંતુ તેમના પહેલાં 1991ના મહેકમ આધારે,19 જુનિયરોને હંગામી નિમણૂક આપી દેવાઈ હતી.