ETV Bharat / city

GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે - 5G antenna

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવશે.

xxx
GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે
author img

By

Published : Jun 13, 2021, 8:57 PM IST

  • જીટીયુ દ્વારા સ્વદેશી 5જી એન્ટેના વિકસાવવામાં આવશે
  • 5જી એન્ટેના દ્વારા ઈન્ટરનેટની સ્પીડ વધશે
  • દેશ તમામ બાબતે આત્મનિર્ભરતા તરફ આગળ વધશે

અમદાવાદ: વિશ્વમાં છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5G જનરેશનથી કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવશે.

તમામ ઉદ્યાગોનો વિકાસ

ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. ચીનની 5જી ટેક્નોલોજીને ટક્કર આપવા માટે જીટીયુ દ્વારા સ્વદેશી 5જી એન્ટેના વિકસાવવામાં આવશે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. લાર્જ એરીયા કવર કરતાં 5જી એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.

દેશ આત્મનિર્ભર બનશે

સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.

GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે

આ પણ વાંચો : બારડોલીમાં ભારે પવનને કારણે ઈન્ટરનેટ ટાવર તૂટી પડ્યો

22લાખથી વધુની ગ્રાંન્ટ

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 22લાખથી વધુની ગ્રાંન્ટ મળેલી છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5જી એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે.

સ્પીડમાં વધારો

આઈઓટી આધારીત ડિવાઈસને 5જીથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5જી એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે , 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી , 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે.

આ પણ વાંચો : ઈન્ટરનેટ સેન્સેસનમાં ગુજ્જુ દાદીનો દબદબો, ચૂંટણી વેળાએ આવી પીળી સાડીવાળી

ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવતાં 5જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી - જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.