દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘરનો શણગાર વિવિધ પ્રકારની લાઈટથી કરે છે. તહેવારના 10 દિવસ પહેલાથી ખરીદી શરૂ કરી દેવામાં આવે છે. છેલ્લા 3 મહિનાથી બજારમાં મંદીની અસર લાઈટ બજારમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્કેટમાં અવનવા પ્રકારની લાઈટો બજારમાં જોવા મળે છે. આ વર્ષે પણ અમદવાદ લાઈટો ઝાકઝમાટમાં ઝળહળી રહ્યું છે. ગત વર્ષે બજારમાં ચાઈનીઝ લાઈટની માગ વધુ જોવા મળી હતી. જ્યારે આ વર્ષે અમદાવાદીઓએ ચાઈનીઝ લાઈટને અલવિદા કહીને ભારતીય લાઈટની ખરીદી તરફ વળ્યાં છે.જેથી આ આ વર્ષે ચાઈનીઝ લાઈટનું વેચાણ કરતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.