ન્યૂઝ ડેસ્ક: ઘણા લોકો માને છે કે ધંધો ચલાવવો એ માત્ર મહિલાઓની વાત નથી. આવા લોકોએ તે ભારતીય મહિલા અબજોપતિઓ વિશે જાણવું જ જોઇએ, જેમણે પોતાનો બિઝનેસ જાતે જ શરૂ કર્યો હતો અને આજે તેઓ દુનિયાભરમાં પોતાની બિઝનેસ કુશળતા સાબિત કરે છે. તે મહિલાઓની યાદીમાં કિરણ મઝુમદારનું (Business Women Kiran Mazumdar Shaw) નામ સૌથી ઉપર આવે છે. કિરણ મઝુમદાર શૉ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બાયોફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનના સ્થાપક છે. તે વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની (World largest Pharmaceutical Manufacturing Company) તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: નારી શક્તિ: વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા - ધ પાથબ્રેકર્સ
કિરણ મઝુમદારનું બાળપણ અને શિક્ષણ : ઉદ્યોગપતિ કિરણ મઝુમદાર શૉનો જન્મ 23 માર્ચ 1953ના રોજ કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં થયો હતો. કિરણનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની બિશપ કોટન ગર્લ્સ સ્કૂલમાં થયું હતું. આ પછી, તેમણે વર્ષ 1973 માં બેંગ્લોર યુનિવર્સિટીમાંથી તેમની B.Sc ડિગ્રી મેળવી હતી. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, કિરણ વેલેરેટ કોલેજ મેલબોર્ન યુનિવર્સિટી ગયા હતા.
કિરણ મઝુમદારનો પરિવાર : કિરણ મઝુમદારે વર્ષ 1998માં સ્કોટલેન્ડના વતની અને ભારતપ્રેમી જોન-શો સાથે લગ્ન કર્યા હતા. જોન શો 1991-1998 સુધી મદુરા કોટ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. હાલમાં જોન શો બાયોકોન લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ છે.
કિરણ મઝુમદારની કારકિર્દી : કિરણ મઝુમદારે તેના ઉચ્ચ શિક્ષણ દરમિયાન તાલીમ મેળવી હતી. આ પછી કિરણે કોલકાતાની 'જ્યુપીટર બ્રેવરીઝ લિમિટેડ'માં ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1975-1977 દરમિયાન, કિરણે સ્ટાન્ડર્ડ મોલ્ડિંગ કોર્પોરેશન ઓફ બરોડામાં ટેકનિકલ મેનેજર તરીકે કામ કર્યું હતું.
કિરણ મઝુમદાર બાયોકોન લિમિટેડમાં જોડાયા : કિરણ મઝુમદારની વાર્તા તેની કંપની બાયોકોન લિમિટેડ વિના અધૂરી રહે છે. આજે તે જે પણ છે તેની પાછળ તેની કંપનીનો મહત્વનો ફાળો છે. કિરણે વર્ષ 1978માં માત્ર 1200 રૂપિયામાં કંપનીની સ્થાપના કરી હતી. એન્ઝાઇમ બનાવનારી તે દેશની પ્રથમ કંપની છે, જેણે વિદેશમાં પણ દવાની નિકાસ કરી હતી. 1989 પછી, બાયોકોન લિમિટેડ ભારતની પ્રથમ બાયોટેકનોલોજી કંપની બની. સતત મહેનત સાથે, વર્ષ 2003 સુધીમાં, માનવ ઇન્સ્યુલિન વિકસાવનારી પ્રથમ કંપની બની. આજે આ કંપની વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે.
આ પણ વાંચો: સૈન્ય ક્ષેત્રે પણ સ્ત્રી 'શક્તિ', વીરાંગનાઓને સલામ
કિરણ મઝુમદાર શોને ઘણા મળ્યા છે એવોર્ડ : કિરણ મઝુમદારને દેશના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યા છે, જેમાં પ્રાદેશિક વૃદ્ધિ માટે નિકી એશિયા પ્રાઇઝ (2009), ગતિશિલ ઉદ્યોગસાહસિકતા માટે એક્સપ્રેસ ફાર્માસ્યુટિકલ લીડરશિપ સમીટ એવોર્ડ (2009), ઇકોનોમિક ટાઇમ્સ ‘બિઝનેસવુમેન ઓફ ધ યર’ (2004), ‘વોવે ક્લિકક્વોટ ઇનિશિયેટિવ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર એશિયા,’ એર્ન્સ્ટ એન્ડ યંગનો લાઇફ સાયન્સિસ એન્ડ હેલ્થકેર માટે આંત્રેપિન્યોર ઓફ ધ યર એવોર્ડ (2002), વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ‘ટેકનોલોજી પાયોનિયર’ એવોર્ડ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ (2002), ઇન્ડિયન બિઝનેસ લીડરશિપ એવોર્ડ કમિટી, સીએનબીસી-ટીવી18 (CNBC-TV18) (2006) તરફથી ‘બિઝનેસ વુમેન ઓફ ધ યર’ એવોર્ડ, ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ડાયમંડ જ્યુબિલી એન્ડોવમેન્ટ ટ્રસ્ટનો ‘એમિનેન્ટ બિઝનેસપર્સન ઓફ ધ યર એવોર્ડ’ (2006) અને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ‘કોર્પોરેટ લીડરશિપ એવોર્ડ’ પણ મળ્યા છે. બાયોટેકનોલોજીમાં યોગદાન બદલ તેમની માતૃસંસ્થા બેલારેટ યુનિવર્સિટીએ 2004માં વિજ્ઞાનમાં માનદ્ ડોક્ટરેટની પદવી આપી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ એબરટે, ડુન્ડી, બ્રિટનએ (2007), યુનિવર્સિટી ઓફ ગ્લેસગો, યુકે (UK) (2008) અને હેરિયોટ-વાટ યુનિવર્સિટી, એડિનબરો, યુકે (UK) (2008) દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કિરણ મઝુમદારનું નામ વિશ્વની અબજોપતિ મહિલાઓની યાદીમાં સામેલ છે. કોરોના સમયગાળા દરમિયાન, કિરણ મઝુમદારની કંપનીએ વિશ્વભરમાં દવા પહોંચાડવામાં ઘણી મદદ કરી, જેના કારણે તેણીને વધુ ઓળખ મળી છે.