અમદાવાદઃ વેસ્ટ ઈન્ડીઝ સામે 3 મેચની વન ડે શ્રેણી (India West Indies One Day Match 2022) રમવા ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી (Indian Cricket Team in Ahmedabad) છે. જોકે, અહીં પહોંચતા જ ભારતીય ટીમના 4 ખેલાડીઓ સહિત 7 મેમ્બર્સ કોરોના સંક્રમિત (Indian cricketer Corona Positive) થયા હતા. તેના કારણે વન ડે શ્રેણી પર સંકટના વાદળો ઘેરાયા હતા, પરંતુ તે કોરોના સંક્રમિત 4 ખેલાડીઓને આઈસોલેટ (Indian cricketer Home Isolate) કરવામાં આવ્યા છે. સાથે જ હવે ભારતીય ટીમ રવિવારે પ્રથમ અને પોતાની 1,000મી વન ડે મેચ રમવા (1000th ODI of Indian cricket team) તૈયાર છે.
છેલ્લા કોરોના ટેસ્ટમાં અન્ય કોઈ ખેલાડી પોઝિટિવ નહીં
ભારતીય ટીમ અમદાવાદ પહોંચી (Indian Cricket Team in Ahmedabad) ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સહિત ઋતુરાજ ગાયકવાડ, નવદીપ સૈની અને શ્રેયસ ઐયર કોરોના પોઝિટિવ (Indian cricketer Corona Positive) આવ્યા હતા. આ ખેલાડીઓને અન્ય ખેલાડી અલગ આઈસોલેટ (Indian cricketer Home Isolate) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત BCCI એ મયંક અગ્રવાલને અમદાવાદ બોલાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Cricket practice at Narendra Modi Stadium) ઉપર મેચ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. છેલ્લે કરાયેલ કોરોના ટેસ્ટમાં અન્ય કોઈ ખેલાડી પોઝિટિવ આવ્યા નથી.
આ પણ વાંચોઃ Corona Update in Gujarat : કેસ ઘટ્યાં મોત વધ્યાં, 24 કલાકમાં 34 દર્દીના મૃત્યુ અને 7606 પોઝિટિવ કેસ નોંધાયા
રોહિતની શર્માની આગેવાનીમાં ટીમ 1000 મી વન ડે મેચ રમશે
વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માની આગેવાનીમાં આ સિરીઝ યોજાઈ રહી છે. ભારતીય ટીમ પોતાની 1000ની વનડે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે (6 ફેબ્રુઆરી)એ રમશે. સામાન્ય રીતે સ્ક્વોડમાં 16 ખેલાડીઓ હોય છે. ભારતીય ટીમના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ (Indian cricketer Corona Positive) આવ્યા છે. આથી ટીમની બેટિંગ સ્ટ્રેન્થમાં બદલાવ સાથે ભારતીય ટીમ રવિવારે વેસ્ટ ઈન્ડીઝ સમક્ષ મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચોઃ India VS West Indies: વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી
6 ફેબ્રુઆરી ભારત માટે ઐતિહાસિક વન ડે મેચ હશે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે મેદાને ઉતરશે. આ મેચ ભારતીય ક્રિકેટ ટીમની 1,000મી વન ડે મેચ હશે. આ સાથે જ ભારત માટે આ ઐતિહાસિક વન ડે મેચ હશે. આ વન ડે મેચ સુધી પહોંચવા માટે ભારતને 48 વર્ષનો સમય લાગ્યો છે. જોકે, આ પહેલા ઈંગ્લેન્ડ 1,000થી પણ વધુ મેચ રમી ચૂક્યું છે.