અમદાવાદઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6.50 લાખને વટાવી ચૂક્યો છે, જોકે તેની સામે 99 લાખથી વધુ ટેસ્ટિંગ ભારતમાં કરવામાં આવ્યાં છે. અમેરિકાએ અત્યાર સુધીમાં કુલ 3 કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી છે, જે તેની કુલ જનસંખ્યાના 10 ટકા જેટલું થાય છે, જોકે ભારતની વસ્તી અમેરિકા કરતા 4 ગણી વધુ છે પરંતુ ચીન ભારત કરતાં વધુ વસતી ધરાવતો હોવા છતાં 9 ગણું વધુ ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. ચીન આખા વિશ્વમાં સૌથી વધુ કુલ 9 કરોડ કોરોના ટેસ્ટિંગ કર્યું છે. જ્યાર બાદ અમેરિકા 3.76 કરોડ સાથે બીજા, રશિયા - બ્રિટન 2 કરોડ અને 1 કરોડ બાદ ભારત પાંચમાં ક્રમે છે. નોંધનીય છે કે રશિયાને બાદ કરતાં અન્ય 3 ત્રણ દેશમાં કોરોનાનું આગમન ભારત કરતા ઘણું વહેલું થયું હતું.
કોરોના ટેસ્ટિંગમાં ભારત 5માં સ્થાને, જોકે ચીન સામે ટેસ્ટિંગ 9 ગણું ઓછું - ભારત
ભારતમાં કોરોના સામે એગ્રેસિવ ટેસ્ટિંગ ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ કુલ 99 લાખથી વધુ ટેસ્ટ સાથે સૌથી વધુ ટેસ્ટિંગ કરનારા દેશોમાં ભારત 5માં સ્થાને છે. જોકે ચીનની સરખામણીએ ભારત 9 ગણું ઓછું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ચીન 9 કરોડથી વધુ કોરોના ટેસ્ટ સાથે કુલ ટેસ્ટિંગમાં પહેલાં ક્રમે છે.