ETV Bharat / city

મ્યુકોરમાયકોસિસનું પ્રમાણ વધ્યું, સારવાર માટે ઇન્જેક્શનોની પણ વધી માગ - special story

કોરોનાની મહામારીમાં મ્યુકોરમાયકોસિસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસમાં વધારો થતાની સાથે-સાથે જ નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસિસમાં પણ ખૂબ જ વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પણ કેસમાં થઇ રહેલા વધારાને લઇને દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શનમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ડાયાબિટીસના દર્દીઓને કોરોના બાદ સંક્રમણ લાગવાની શક્યતા છે વધુ

author img

By

Published : May 6, 2021, 6:54 AM IST

  • રાજ્યમાં મ્યુકોરમાયકોસિસનું વધ્યું પ્રમાણ
  • ડાયાબિટીસના દર્દીઓને કોરોના બાદ સંક્રમણ લાગવાની શક્યતા છે વધુ
  • દર્દીઓને આપવામાં આવતા ઇન્જેકશનમાં પણ નોંધાઇ રહ્યો છે ઘટાડો

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસની સાથે-સાથે મ્યુકોરમાયકોસિસનું પણ પ્રમાણ વધી રહ્યું છે. જે દર્દીઓને ડાયાબિટીસ હોય છે અને કોરોનાનું સંક્રમણ લાગે છે. તેવા સંજોગોમાં કોરોનાના દર્દીઓને મ્યુકોરમાયકોસિસિનું સંક્રમણ લાગવાની શક્યતા છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની સાથે-સાથે મ્યુકોરમાયકોસિસના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં મ્યુકોરમાયકોસિસનું વધ્યું પ્રમાણ

આ પણ વાંચો: કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટનો 43 પાનાનો હુકમ: રાત્રિ કરફ્યૂ પૂરતો નહિ, સરકાર કડક પગલાં લે

દવાઓમાં પણ વર્તાઇ રહી છે ઘટ

મ્યુકોરમાયકોસિસના દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શનની ઘટ વર્તાઇ રહી છે. કોરોનાની મહામારીમાંથી રિક્વર થતા દર્દીઓમાં પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને દવાઓ પણ હાલ માર્કેટમાં મળતી નથી. દર્દીને રોજના 6 ઇન્જેકશન આપવાની જરૂરીયાત હોઇ છે અને જ્યાં સુધી ઇન્ફેકશન ન દુર થાય ત્યાં સુધી ઇન્જેક્શન આપવા પડે છે તો ડોક્ટરો દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવી રીતે ઇન્જેક્શન અને દવાઓની ઘટ વર્તાશે, તો કાળાબજારી પણ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ

શું છે મ્યુકોરમાયકોસિસ ?

કોરોનાના ચેપ જે દર્દીઓને લાગ્યો હોઇ અને દર્દીની ઉંમર 40 વર્ષથી વધુ હોઇ અને પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, HIV, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ સાથે કિડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોઇ તેવા દર્દીઓને ચેપ લાગે છે. આ દર્દીઓને નાકમાંથી ખરાબ દુર્ગંધની ગંધ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી વધારે સમયથી હોવી, નાક અને આંખનો ભાગ પર સોજો આવવો, નાક અને આંખની આસપાસનો ભાગ કાળો પડી જવો, માથાના ભાગમાં સતત દુઃખાવો રહેવો જેવી અસર આ રોગમાં દેખાઇ છે.

ઇન્જેક્શનથી ચેપ વાળા ભાગને સાજો કરવામાં આવે છે

મ્યુકોરમાયકોસિસ મોટા ભાગે નાકના ઉપરના ભાગમાં અને આંખના નીચેના ભાગમાં વધારે થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્તવાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે તેમનો ઇલાજ ઓપરેશન કરી કાઢવામાં આવે છે અને ત્યાર બાદ ઇન્જેક્શનથી ચેપ વાળા ભાગને સાજો કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.