અમદાવાદ અમદાવાદ: શહેરમાં વરસાદમાંથી રાહત મળી છે. પરંતુ શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો ( Increase in mosquito borne disease in Ahmedabad ) સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા ઉલ્ટીના કેસની સાથેસાથે સ્વાઈન ફલૂના કેસ સામે આવી રહ્યા છે. જે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( Ahmedabad Corporation Health Department ) માટે ચિંતા વિષય બન્યો છે.
15 દિવસમાં 470 કેસ માત્ર ડેન્ગ્યૂના શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ ( Increase in mosquito borne disease in Ahmedabad ) મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના 470 કેસ ( 470 cases of dengue in September )નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 135 કેસ, ઝેરી મેંલેરિયાના 13 કેસ, ચિકનગુનિયા 28 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા 15 દિવસમાં 33125 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યૂ માટે સિરમના 3163 સેમ્પલ લેવામાં આવ્યા છે.
સ્વાઈન ફ્લૂના 216 કેસ નોંધાયા શહેરમાં કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 15 દિવસમાં 216 જેટલા કેસ ( 216 cases of swine flu )નોંધ્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઈન ફલૂ કેસનો આંકડો 987 પહોંચ્યો છે. જે ચિંતાનો વિષય છે. પાણી જન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 293 કેસ, કમળાના 119 કેસ, ટાઈફોઈડના 196 કેસ જ્યારે રાહતની વાત તો એ છે કે ચાલુ માસમાં હજુ એક પણ કેસ કોલેરાનો નોંધાયો નથી.
ક્લોરીન ગોળી વિતરણ ચાલુ શહેરમાં મચ્છરજન્ય કેસમાં ( Increase in mosquito borne disease in Ahmedabad ) વધારો ન થાય તે માટે સતત ફોગિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 751 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી પાણીના 24 સેમ્પલ અનફિટ ( 24 samples of water unfit ) આવ્યા છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા 8927 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.