અમદાવાદઃ લોકડાઉન પૂર્વે પશ્ચિમ રેલવે દ્વારા સર્જિત ઇ-ફાઇલોની સંખ્યા 10,462 હતી અને 31 જુલાઈ 2020 સુધીમાં પશ્ચિમ રેલવે કાર્યાલયોએ ઇ-ઓફિસ પ્લેટફોર્મમાં 61,418 ડિજિટલ ફાઇલોનું સર્જન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલવેના વપરાશકર્તાઓ દ્વારા જનરેટ થયેલ ઇ -પ્રાપ્તિઓની સંખ્યામાં પણ 9 ગણો વધારો થયો છે.
રેલવે મંત્રાલય હેઠળના પીએસયુ રેલટેલ, ભારતીય રેલવે માટે એનઆઇસી ઈ-ઓફિસનું તબક્કાવાર રીતે અમલીકરણ કરી રહ્યું છે. પશ્ચિમ રેલવેના મુખ્યાલય અને તમામ 6 ડિવિઝનો માં ઇ - ઓફિસના અમલીકરણનું કામ ફેબ્રુઆરી 2020 સુધીમાં પૂર્ણ થયું હતું. વર્તમાનમાં ભારતીય રેલવેના 106 એકમો (ક્ષેત્રિય મુખ્યાલય, ડિવિઝનો, ઉત્પાદન કારખાનાઓ, કેન્દ્રીય તાલીમ સંસ્થાઓ વગેરે) ના 1,04,332 વપરાશકર્તાઓ છે અને 31 જુલાઈ 2020 સુધીમાં, કુલ 16,55,748 ઇ-રસીદો અને 5,47,681 ઇ -ફાઇલો ઉત્પન્ન થઈ છે. ડિજિટલ ફાઇલિંગના ઝડપી ઉપયોગ સાથે, પશ્ચિમ રેલવે પેપરલેસ ઓફિસ અપનાવવા માટે ફાસ્ટ ટ્રેક પર છે, જે પરિચાલન ખર્ચમાં બચાવ કરશે જ પરંતુ કાર્બન ફૂટપ્રિન્ટને પણ ઘટાડશે.
ઇ-ઓફિસની ઉપલબ્ધતાને કારણે, પશ્ચિમ રેલવેમાં મોટાભાગનું ફાઇલ કાર્ય હવે ઓફિસોમાં ભૌતિક હાજરી વિના સરળતાથી ચાલુ રહી શકે છે, જે સંકટ સમયે એક વરદાન છે.રેલટેલે રેલવેના અધિકારીઓને વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક કનેક્શન પણ પ્રદાન કર્યું છે, જેથી તેઓ ફાઇલ કાર્યોને દૂરસ્થ રૂપે સંસાધિત કરવામાં સક્ષમ થઈ શકે. ફાઇલોના ઝડપી નિકાલ અને પદ્ધતિસરની જાળવણી, બાકી ફાઇલો પર દેખરેખ રાખવું એ એનઆઇસી ઇ-ઓફિસના કેટલાક અન્ય તાત્કાલિક ફાયદા છે. રેલવે અધિકારીઓને ઈ-ઓફિસ પ્લેટફોર્મ અસરકારક રીતે સંચાલિત કરવા રેલટેલ ટીમો દ્વારા તેમને માટે યોગ્ય તાલીમ આપવામાં આવી છે, તેમજ તાલીમના વિડિઓ પણ બનાવીને તેને યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ છે. જેની મદદથી યુઝર્સ ઇ-ઓફિસનો યોગ્ય ઉપયોગ સમજી શકે છે.અધિકારીઓને મેન્યુઅલ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવાની ટેવ છોડી દેવા માટે અનુકૂળ કરવામાં આવ્યાં છે.
રેલવે દ્વારા કોઈ પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં રેલવેેના કોઈપણ વપરાશકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે હેલ્પ ડેસ્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એનઆઈસી ઇ-ઓફિસ એ ક્લાઉડ સક્ષમ સોફ્ટફ્ટવેર છે, જે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેંદ્ર (એનઆઈસી) દ્વારા વિકસિત એક ક્લાઉડ સક્ષમ સોફ્ટવેર છે. જેને સિંક્દરાબાદ અને ગુડગાંવમાં રેલટેલ ટાયર III અપટાઇમ યુએસએ પ્રમાણિત ડેટા કેન્દ્રોથી હોસ્ટ કરવામાં આવે છે.રેલટેલ કોર્પોરેશન એક શ્રેણી-1 પીએસયુ છે. જે દેશના સૌથી મોટા તટસ્થ ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંનું એક છે, જે દેશના તમામ મહત્વપૂર્ણ કસબાઓ અને શહેરો અને ઘણા ગ્રામીણ વિસ્તારોને આવરી લેતું પેન-ઇન્ડિયા ઓપ્ટિક ફાઇબર નેટવર્કનું નેતૃત્વ ધરાવે છે. ઓપ્ટિક ફાઈબરના 57000 કિલોમીટરના એક મજબૂત નેટવર્કની સાથે રેલટેલની પાસે બે ટાયર III ડેટા કેન્દ્ર પણ છે.
રેલટેલ એમપીએલએસ-વીપીએન, ટેલિ-પ્રિજેંસ, લીઝ્ડ લાઇન, ટાવર કો-લોકેશન, ડેટા સેન્ટર સેવાઓ, વગેરે જેવી સેવાઓનો સમૂહ પ્રદાન કરે છે. રેલટેલ મુખ્ય સ્ટેશનો પર જાહેર વાઇ-ફાઇ પ્રદાન કરીને રેલ્વે સ્ટેશનને ડિજિટલ હબમાં રૂપાંતરિત કરવા માટે અગ્રણી છે. વર્તમાનમાં 5685+ સ્ટેશનો રેલટેલના રેલવાયર વાઇ-ફાઇથી સજ્જ છે.