અમદાવાદ: તાજેતરમાં પુત્રવધુને મારઝુડ અને દહેજ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી કે, પોપ્યુલર ગ્રુપના રમણભાઈ પટેલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. આવકવેરાની મોટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદમાં બિલ્ડર લોબીમાં પોપ્યુલર ગ્રુપનું નામ મોટું છે. તેઓએ આવક અને સંપત્તિ ઓછી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.
- અમદાવાદમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
- જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઈન્કમટેક્સનું સર્ચ ઓપરેશન
- આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી
- દશરથ પટેલ વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડા
- પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ આવ્યું હતું વિવાદોમાં
- અમદાવાદમાં મોટા બિલ્ડર તરીકે નામ છે પોપ્યુલર ગ્રુપનું
- લાંબા સમય બાદ આવકવેરા ખાતાનું ઓપરેશન
- સવારે આઠ વાગ્યાથી પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ