ETV Bharat / city

અમદાવાદમાં આવકવેરાના દરોડામાં 1000 કરોડની બીનહિસાબી લેવડદેવડની જાણકારી મળી - અમદાવાદ આવકવેરા વિભાગ દરોડા

અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ આવકવેરા વિભાગે લેન્ડ ડીલરોને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદનું અગ્રણી મીડિયા હાઉસ અને રિયલ એસ્ટેટ સેકટરમાં કામ કરતાં ગ્રુપને ત્યાંથી સર્ચ દરમિયાન રૂપિયા 1 હજાર કરોડની બીનહિસાબી લેવડદેવડ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

અમદાવાદમાં આવકવેરાના દરોડામાં 1000 કરોડની બીનહિસાબી લેવડદેવડની જાણકારી મળી

author img

By

Published : Sep 10, 2021, 9:27 PM IST

  • અમદાવાદમાં આવકવેરાના દરોડા
  • 500 કરોડની બીનહિસાબી રોકડ પ્રાપ્ત થઈ
  • જમીનોના રૂ.350 કરોડના સોદા મળ્યા

અમદાવાદ: આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક ગ્રૂપ પર 8 સપ્ટેમ્બર, 2021ના રોજ સર્ચ પ્રક્રિયા શરૂ કરી હતી અને સાથે જપ્તીનું અભિયાન હાથ ધર્યુ હતું. આ ગ્રૂપ ગુજરાતના મુખ્ય વ્યાપારી જૂથોમાંનું એક છે. જે મુખ્ય રીતે મીડિયા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં કાર્યરત છે. સમૂહની મીડિયા શાખામાં ઈલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સાથે જ પ્રિન્ટ મીડિયા સામેલ છે, જ્યારે રિયલ એસ્ટેટ શાખામાં અફોર્ડેબલ આવાસ યોજનાઓ અને શહેરી નાગરિક બુનિયાદી માળખા સામેલ છે. આવકવેરા વિભાગના આ સર્ચ ઓપરેશનમાં 20થી વધુ પરીસરોને સામેલ કરવામાં આવ્યા હતા.

અનેક વાંધાજનક પુરાવા મળ્યા
આવકવેરાના આ સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, લૂઝ શીટ્સ, ડિજિટલ પુરાવાઓ વગેરે હાથ લાગ્યા છે, જેમાં અનેક નાણાકીય વર્ષોમાં ગ્રુપે મોટાપાયે બીનહિસાબી રોકડ પ્રાપ્તિનો ખ્યાલ આવ્યો છે, જેમાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર), પ્રમાણપત્રોના વેચાણ પર રૂ. 500 કરોડની બીનહિસાબી રોકડ પ્રાપ્ત થઈ હોવાનું જણાયું છે. જ્યારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને જમીનોના સોદાઓમાં રૂ. 350 કરોડની લેવડદેવડના પુરાવા મળ્યા છે, જેને સંબંધિત દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત બીનહિસાબી રોકડ આધારિત લોન અને વ્યાજની ચૂકવણી/રિપેમેન્ટ્સના રૂ. 150 કરોડની રકમના પુરાવા પણ હાથ લાગ્યા છે.

સર્ચ ઓપરેશનમાં 14 લોકર મળ્યા
અત્યાર સુધી્માં 1 કરોડથી વધુની રોકડ તથા રૂ. 2.70 કરોડની કિંમતની જ્વેલરી પણ વિવિધ પરિસરોમાંથી જપ્ત કરવામાં આવેલ છે, જ્યારે છેલ્લા વર્ષોમાં પ્રાપ્ત કરાયેલ અને અનેક નકલી વ્યક્તિઓ અને સહકારી આવાસ સમિતિઓનાં નામ પર રાખવામાં આવેલી ગ્રૂપની સંપત્તિઓને લગતા મોટી સંખ્યામાં મૂળ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. બધુ મળીને, આવકવેરા વિભાગના સર્ચ અને સિઝર ઓપરેશનના પરિણામે રૂ. 1,000 કરોડથી વધુની બીનહિસાબી લેવડદેવડની જાણકારી મળી છે, જે લેવડદેવડ વિવિધ એસેસમેન્ટ વર્ષો દરમિયાન થયેલી જોવા મળી છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશનમાં 14 લોકર મળ્યા છે, જેને નિયંત્રણના આદેશ અંતર્ગત રાખવામાં આવ્યા છે.આ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને આગળની તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.