અમદાવાદ રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં (Gujarat Assembly Elections 2022) રાખીને આમ આદમી પાર્ટી પૂરજોશમાં તૈયારી (Gujarat Political News) કરી રહી છે. અહીં અવારનવાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) પ્રવાસે આવીને ક્યારેક સભા તો ક્યારેક સંવાદ કાર્યક્રમ યોજીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે આવતીકાલથી તેઓ ફરી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ એકલા નહીં, પરંતુ તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Punjab cm bhagwant mann), દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (AAP MP Raghav Chadha) પણ હશે.
1 અને 2 ઓક્ટોબરે યોજાશે જનસભા આ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Punjab cm bhagwant mann) 1 ઓક્ટોબરે કચ્છ અને જૂનાગઢમાં જંગી જનસભા (AAP Public Meeting) સંબોધશે. ત્યારબાદ તેઓ 2 ઓક્ટોબરે સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં જનસભા સંબોધશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.
કચ્છમાં જનસભા અને રાજકોટમાં રાત્રિ રોકાણ ગુજરાત પ્રદેશ AAPના મહામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનો ગાંધીધામના ડિટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12 વાગ્યે સભા સંબોધિત કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન (Punjab cm bhagwant mann) જૂનાગઢના જોષીપુરામાં ખલીલપુર રોડ પરના ખોડલ ફાર્મ ખાતે બપોરે 3 વાગે એક મોટી જનસભાને સંબોધિત કરશે. આ બંને નેતાઓ રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બંને નેતાઓ કે 2 ઓક્ટોબરે સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ ખેડબ્રહ્મામાં ઉંદવા, શ્યામનગરના મારુતિ સર્વિસ સ્ટેશન પાછળ એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે.
સિસોદિયા અને ચઢ્ઢા કરશે મીટિંગ આ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Punjab cm bhagwant mann) 1 ઓક્ટોબરે કચ્છ અને જૂનાગઢમાં જંગી જનસભા (AAP Public Meeting) સંબોધશે. ત્યારબાદ તેઓ 2 ઓક્ટોબરે સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં જનસભા સંબોધશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તો દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા (AAP MP Raghav Chadha) અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.