અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રવિવારે અમદાવાદના સેવી સ્વરાજ ટાઉનશીપ ખાતે એક વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન થયું હતું. જેમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ક્લબ નિષ્ણાંત તાલીમ અને કોચિંગ પ્રદાન કરશે. તેમજ રમતવીરો સભ્યો અને રમત-ગમતના ઉત્સાહીઓ તેમના જુસ્સાને આગળ વધારવા માટે સુવિધા આપશે. આ ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ,મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા અને કેકે નિરાલા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં 6 એકરમાં ફેલાયેલું અને 200 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ આ પ્રકારની સૌપ્રથમ ખાનગી સ્પોર્ટ્સ ક્લબ ગુજરાતની પ્રથમ આઈજીબીસી ગોલ્ડ રેટેડ ગ્રીન ટુનવિઝિપના કેન્દ્રમાં સ્થિત છે. જે પાંચ હજારથી વધુ પરિવારો માટેનું ઘર હશે. તેમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતનું લક્ષ્ય ચેમ્પિયન બનાવવાનું કેન્દ્ર બનવું જોઈએ. તેમજ લોકોએ તેમના હૃદયથી રમત માણવી જોઈએ. તેમજ fit ભારત આંદોલનની સાથે રમત ગમત વ્યક્તિઓ અને રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટે પણ મદદ કરશે.