ETV Bharat / city

કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા પછી PM મોદી અંબાજી ગબ્બરમાં કરશે મહાઆરતી - PM Modi Gujarat Visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit) આવશે. તે દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન બનાસકાંઠાના અંબાજીમાં 30 સપ્ટેમ્બરે જાહેરસભામાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા પછી PM મોદી અંબાજી ગબ્બરમાં કરશે મહાઆરતી

author img

By

Published : Sep 27, 2022, 3:22 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર 2 દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. અહીં તેઓ આવાસ, રોડ નિર્માણ તેમ જ રેલવેના કુલ 7,908 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (pandit dindayal upadhyay awas yojana) (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Housing Scheme), આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1,967 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 8,633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે (PM Modi Gujarat Visit) કરવામાં આવશે.

PM આ રોડનું કરશે લોકાર્પણ આ ઉપરાંત વડાપ્રધાન 124 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું (Ambaji Bypass Road) ખાતમુહૂર્ત અને રૂ. 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા, થરાદ, ડીસા, લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે.

નવી તારંગા હિલ-આબુ રેલવે લાઈનનું ભૂમિપૂજન કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ-આબુ રેલવે લાઇનને મંજૂરી (taranga hill ambaji abu road rail line) આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. આ સાથે 2,798 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

એરફોર્સ સ્ટેશનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન બીજી તરફ વડાપ્રધાન ડીસા એરફોર્સ સ્ટેશનમાં (Disa Air Force Station) 1,000 કરોડ રૂપિયાના ખર્ચે રનવે અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ 1,881 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઈનનું લોકાર્પણ કરશે.

અંબાજીમાં જાહેરસભા, PM ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે અંબાજીમાં જાહેરસભામાં વડાપ્રધાન (PM Modi Gujarat Visit) દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા (ambaji temple gujarat) કરવા જશે. ત્યારબાદ વડાપ્રધાન ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.