ETV Bharat / city

છેલ્લી ઈનિંગમાં મેઘરાજા ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટીંગ

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં ફરી એક વખત વરસાદ આવવાની શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે આગામી 20મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

raIn
છેલ્લી ઈનિંગમાં મેઘરાજા ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટીંગ
author img

By

Published : Sep 6, 2021, 12:24 PM IST

  • ગુજરાતમાં ફરી ચોમાસુ જામવાની શકયતા
  • આગામી 20મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
  • બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચોમાસાનો અંત થતા પહેલા ફરી એકવાર ચોમાસુ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, ચોમાસાની મધ્યમાં વરસાદ ખેંચાયો હતો પરંતુ આ પછી મેઘરાજાએ જતાં જતાં ગુજરાતમાં ફરી એકવાર બેટિંગ કરી છે. આજથી શરૂ થયેલા આ અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને મધ્ય ગુજરાતમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે રાજ્યમાં થન્ડર સ્ટ્રોમની ગતિવિધિ વધવાની પૂરતી શક્યતા રહેલી છે. 8મી સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ આગળ વધીને રાજસ્થાનની આજુબાજુમાં પહોંચે તેની સાથે જ મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો પ્રેસર વેલમાર્ક લો-પ્રેશરથી લઇ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે આગામી 8 મી સપ્ટેમ્બર થી 14મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતના આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવવા પરિબળો મજબૂત બનતા હોય છે જેના કારણે 20મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Corona Updates: છેલ્લા 24 કાલાકમાં 38,948 નવા કોરોના કેસ નોંધાયા, 219 લોકોના મોત
અમદાવાદમાં પણ ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આવતીકાલે રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ સુરત નવસારી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય નર્મદા-ભરૂચ ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા

40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ શકે છે પવન

સાતમી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ તોફાની વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સાથે જ 7મી સપ્ટેમ્બરે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇની અને વીજળીના કડાકા થશે જેમાં સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અમરેલી બોટાદ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.