અમદાવાદ: 2 દિવસ અગાઉ સાયબર ક્રાઈમ 58 લાખ રોકડા સહિત અન્ય મુદ્દામાલ સાથે બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓએ ગુજરાતમાં 236 જેટલા લોકોને છેતર્યા છે અને જેમાં 150થી વધુ તો માત્ર સુરતના લોકો છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી આ ગેંગે 1 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે અને ગુજરાત સહિત દેશના બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરી છે તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની તપાસ માટે અલગ-અલગ બેન્કોને પત્ર લખ્યા છે અને આ સાથે જ આરોપી જે સીમ કાર્ડ વાપરતા હતા, તે કંપની પાસેથી પણ માહિતી માંગી છે.
સાયબર માફિયા ગેંગના આતો માત્ર 2 આરોપી છે, જેમને 2 વર્ષમાં કરોડોની છેતરપીંડીથી જાહોજલાલી ઉભી કરી છે. અહીંયા સવાલ એ ઉભો થાય છે કે, આ લોકોની ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ લોકો કઈ રીતે ડેટા મેળવવાનું કામ કરતા હતા?