અમદાવાદઃ સીતાપુર ગામની અંદર જે તે વખતે જમીન જૂના સર્વે નં. 830 જેનો રિસર્વે નં. 323 તથા 381માં નર્મદા નિગમની કેનાલ નીકળતી હતી, જેના સંપાદનના નાણાં રૂ. 97,926 હતા. કરસન ડુંગરભાઈ રાઠોડ, પી. ટી. પરમાર, તલાટી કમમંત્રી ગિરીશ પટેલે તે વખતના એડીસી બેન્કના કર્મચારીઓની મદદથી એડીસી બેન્ક પાસેથી નાણાં લઈ આ કૌભાંડ આચર્યું હતું, જેના અનુસંધાનમાં ભોગીલાલ ભેમાભાઈ પરમારે તમામ આરોપીઓ સામે વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ખોટી એફિડેવિટ કરી તેને સાચી એફિડેવિટ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ખોટું નામ ધારણ કરી એડીસી બેન્ક સાથે રૂ. 97,926ની ઉચાપત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.