- 5 વર્ષમાં કોર્પોરેશનની શાળા બંધ થતાં 37 હજાર વિદ્યાર્થી ઘટ્યાં
- સ્માર્ટ શાળા બનાવવાનો કોર્પોરેશનનો દાવો પોકળ સાબિત થયો
- સૌથી વધારે વર્ષ 2014-15માં 455 શાળાઓને તાળા વાગ્યાં
અમદાવાદઃ AMC દ્વારા સ્માર્ટ શાળાઓ અને હાઈટેક શાળાઓ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, પરંતુ સરકારી શાળાઓની સંખ્યા પર એક વાર નજર કરીએ તો શહેરમાં ગત 5 વર્ષ દરમિયાન કોર્પોરેશનની 63થી વધુ શાળાઓ બંધ થઈ ચૂકી છે, જેના કારણે 36,500થી પણ વધારે વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. મહત્ત્વનું છે કે, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા વિદ્યાર્થીદીઠ ખર્ચમાં વધારો કરવાને બદલે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લે બે વર્ષ 2019માં એક વિદ્યાર્થી પાછળ કોર્પોરેશન તંત્રને 24787નો જ ખર્ચ નોંધાયો છે.
જુઓ કયા વર્ષમાં કેટલી શાળા બંધ થઈ?
વર્ષ | શાળાની સંખ્યા |
2013-14 | 450 |
2014-15 | 456 |
2015-16 | 455 |
2016-17 | 455 |
2017-18 | 371 |
2018-19 | 381 |
2019-20 | 387 |
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની નવી ટીમ શાળાઓની સંખ્યા વધારે તેવી આશા
વર્ષ પ્રમાણે જો શાળાઓની વાત સમજીએ તો વર્ષ 2014માં જે શાળાઓ બંધ થવાની સંખ્યા 450 હતી. તે ઘટીને 387એ પહોંચી છે, પરંતુ આનાથી ખુશ થવાની જરૂર નથી. કારણ કે આ સાથે 37 હજાર વિદ્યાર્થીઓ પણ ઘટ્યા છે. કોર્પોરેશન તંત્ર એક તરફ શાળાઓ બનાવવાની વાત કરી રહી છે, તો બીજી તરફ કોર્પોરેશનની શાળાઓમાં સતત ઘટાડો પણ થઇ રહ્યો છે. ત્યારે હવે થોડા જ સમયમાં કોર્પોરેશન માટે નવી ટીમ બનશે. તે ટીમ કોર્પોરેશનની શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરે તેવી આશા છે.
છેલ્લે 2017માં વિદ્યાર્થીદીઠ વધુ ખર્ચ કરાયો હતો
ગત છ વર્ષ દરમિયાન વિદ્યાર્થીદીઠ ખર્ચ પર નજર કરીએ તો વર્ષ 2017 18માં સૌથી વધારે 45,900 ખર્ચ પ્રત્યેક વિદ્યાર્થી પાછળ કરવામાં આવ્યો હતો. જ્યારે તેના આગળ પહેલાં ત્રણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિદ્યાર્થીઓની જે સુવિધાઓ છે. તેમાં વધારો કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો.