ETV Bharat / city

Hardik Patel Case : હાર્દિક પટેલના કેસ પરત લેવડાવવા સરકારે હવે ખાવા પડશે સેશન્સ કોર્ટના ધક્કા - Hardik Patel Application in Sessions Court

હાર્દિક પટેલ સામેના કેસને લઈને મહત્વના (Hardik Patel Case the Magistrates Court) સમાચાર સામે આવી રહ્યા છે. અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ સામે કેસ (Hardik Patel Case) પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજી મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી છે. જેને લઈને હવે સરકારે સેશન્સ કોર્ટના ધક્કા ચાલુ થઈ શકે છે.

Hardik Patel Case : હાર્દિક પટેલના કેસ પરત લેવડાવવા સરકારે હવે ખાવા પડશે સેશન્સ કોર્ટના ધક્કા

author img

By

Published : Apr 27, 2022, 10:51 AM IST

Updated : Apr 27, 2022, 11:15 AM IST

અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત (Hardik Patel Case) આંદોલન સમયના તોફાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ અને અન્ય લોકો સામે વિવિધ સ્થળો પર પોલીસ કેસ (Government Regarding Hardik Patel Case) નોંધવામાં આવ્યા હતા. જેમાં રામોલમાં ભાજપ કોર્પોરેટરના ઘર પર હુમલાના કેસમાં વર્ષ 2017માં હાર્દિક પટેલ સહિત 17 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો હતો.

સરકાર સેશન્સ કોર્ટ પહોંચી - રાજ્ય સરકારે આપેલી રિવીઝન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યના ગૃહવિભાગે પાટીદાર આંદોલન સમયના પોલીસ કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેનાં આધારે પબ્લિક પ્રોસિક્યુટરે મેટ્રોપોલિટન (Application of Hardik Patel) કોર્ટને આ અંગે પત્ર લખ્યો હતો. શહેરની અન્ય કોર્ટોમાં પાટીદાર આંદોલનને લગતા કેસો આ જ નિર્ણયના કારણે પરત ખેંચાયા છે. ત્યારે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ફગાવી મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદાથી વિપરીત અને ભૂલભરેલો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તેમાં ગૃહવિભાગના નિર્ણયની પણ અવગણના કરવામાં આવી છે.

આ પણ વાંચો : Hardik Patel BJP Speculation: હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિએ કોને આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું?

વકીલે તમામ પત્રો કર્યા રજૂ - મેજિસ્ટ્રેટ કોર્ટે અરજી ફગાવતાં ચુકાદામાં નોંધ્યું છે કે, તેમને પબ્લિક પ્રોસિક્યુટરનો પત્ર મળ્યો નથી. પરંતુ સરકારી વકીલે આંક-93ની અરજી આપી તમામ પત્રો રજૂ કર્યા હતા. જેથી મેજિસ્ટ્રેટ કોર્ટનો (Hardik Patel Application in Sessions Court) ચુકાદો રદ કરવા સરકારે માંગણી કરી છે અને રિવીઝન અરજીનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ ચુકાદા પર સ્ટે ફરમાવવા માંગણી કરાઇ છે. રિવીઝન અરજી અંગે હવે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો : હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...

અનામત આંદોલનમાં 14ના મુત્યુ - અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનો પાટીદાર સમુદાયના ઊમટી પડ્યો હતો. જેમાં 14 પાટીદાર યુવકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ (Case Against Hardik Patel in Reservation Movement) કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. જેમાં 14 પાટીદાર યુવકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.

Last Updated : Apr 27, 2022, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.