અમદાવાદઃ સ્વચ્છતાના મામલે ગુજરાત રાજ્યએ હરણફાળ છલાંગ લગાવી છે. જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ટોપ-10 લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ટોપ-10 લિસ્ટમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. અમદાવાદ ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક - Clean Ahmedabad
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યાં છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયાં, તેમાં ગુજરાત ચમક્યું છે. ગુજરાતના એક-બે નહીં, પણ ચાર શહેરો ટોપ-10 સ્વચ્છ શહેરો (Swachh Survekshan 2020) ના લિસ્ટમાં સામેલ થયાં છે.
સ્વચ્છતામાં અમદાવાદની હરણફાળ, 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક