ETV Bharat / city

શાહપુરમાં પોલીસ પર પથ્થરમારા મામલે 2000ના ટોળા સામે ગુનો નોંધાયો, 25ની ધરપકડ - Attacked on police

લોકડાઉનનું પાલન કરાવતા દરમિયાન શાહપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર અચાનક જ પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેકટર સહિત સ્ટાફના માણસો ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે 2000ના ટોળા સામે ગુનો નોંધી 25 લોકોની ધરપકડ કરી છે.

Etv bharat
AHmedabad
author img

By

Published : May 9, 2020, 8:40 PM IST

અમદાવાદઃ લોકડાઉનનું પાલન કરાવતા દરમિયાન શાહપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર અચાનક જ પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેકટર સહિત સ્ટાફના માણસો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચતા મામલો થાળે પડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે 2000ના ટોળા સામે ગુનો નોંધી 25 લોકોની ધરપકડ કરી છે.

Etv bharat
શાહપુરમાં પોલીસ પર પથ્થરમારા મામલે 2000ના ટોળા સામે ગુનો નોંધાયો

શહેરના શાહપુરમાં અડ્ડા વિસ્તારમાં ગત સાંજના 6.15 વાગ્યા આસપાસ પીઆઇ અમીન પોલીસ, SRP અને RAFના જવાનો સાથે લોકડાઉનનું પાલન કરાવવા ફૂટ પેટ્રોલીંગ કરાવી રહ્યા હતાં. તે દરમિયાન 3 લોકો રસ્તા ઓર ઉભા હતા. જેમને પોલીસ દ્વારા રોકવામાંં આવતા અને કાર્યવાહી કરવાનું કહેતા તે લોકોએ બૂમો પાડી હતી. જેથી આસપાસના લોકો ભેગા થયા હતા અને પોલીસનો બહુ ત્રાસ છે, આજે તો પોલીસને છોડવી નથી તેમ કહી જાનથી મારી નાખવાના ઇરાદે પૂર્વ આયોજિત કાવતરારૂપ પોલીસ અને અમય ફોર્સના જવાન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પીઆઇ અમીન અને અન્ય પોલીસકર્મી ઘાયલ થયા હતા. જે બાદ શરૂઆતમાં પોલીસે લોકોને વૉર્નિંગ આપી પરત મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકો અંદર ના જઈને પોલીસ પર હુમલો કરતા રહ્યા.

સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે અંતે ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો અને બીજી ફોર્સ આવી ત્યારે તેમને પણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 71 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી જતા લોકો ત્યાંથી નાસી ગયા હતા. જો કે બાદમાં પોલીસે કોમ્બિનગ કરીને 17 જેટલા આરોપીને તરત જ ઝડપી લીધા હતા.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત રાખી મોડી રાતે અને સવારે પણ કોમ્બિનગ કરવામાં આવ્યું હતું. જેમાં વધુ 7 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. આમ સમગ્ર મામલે અત્યાર સુધી 25 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ પોલીસ ટોળાના અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. પોલીસે હત્યાની કોશિશ, કાવતરું ઘડવાની અને રાયોટિંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.