અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોન્ફરન્સિંગ અથવા વીડિયો કોલ મારફતે તેમનો નિવેદન નોંધી શકે છે. જમેકા ખાતે આવેલા ભારતીય દુતાવાસથી વીડિયો કોલ મારફતે બંને યુવતિઓના નિવેદન લેવામાં આવશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ બન્ને યુવતીઓને ભારત આવી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નિવેદન નોંધાવવાનો આદેશ કર્યો હતો. જો કે, લગભગ ત્રણ મહિના બાદ કોર્ટ વીડિયો કોલથી નિવેદન નોંધવા મુદ્દે સમર્થન દાખવ્યું છે.
નિત્યાનંદ કેસ : હાઈકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોલ મારફતે સાંભળી શકે છે - અમદાવાદમાં નિત્યાનંદ કેસ
અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોનો કબ્જો મેળવવા માટે ગયેલા માતા-પિતાને રોકી દેવાતા પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર હવે વીડિયો કોલ મારફતે બંને યુવતિઓના નિવેદન લેવાઈ શકે છે. હાલ બન્ને યુવતિઓ લોપમુદ્રા અને નિત્યાનંદિતા જમેકામાં હોવાનું સામે આવ્યું છે.
નિત્યાનંદ કેસ