- સિનિયર સિટીઝને વેક્સિન લીધા પછી કહ્યું-કોઈ આડ અસર નથી
- એક વાયલમાંથી 10 લોકોને અપાય છે વેક્સિન
- એક ડોઝમાં 0.5 ML અપાય છે વેક્સિન
- 85 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા સિનિયર સિટીઝને લીધી વેક્સિન
અમદાવાદ: જિલ્લામાં વિવિધ સેન્ટરો પર સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં વેક્સિન લેવા આવી રહ્યા છે. ટાગોર હૉલ પાલડી ખાતે 67 વર્ષથી લઈને 85 વટાવી ચૂકેલા સિનિયર સિટીઝને વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જેમાંથી કેટલાક એવા પણ હતા કે જેમને એક સમયે કોરોના પણ હતો. તેમણે વેક્સિન લીધા બાદ વેક્સિન લેવી હિતાવહ અને સેફ છે અને દરેકે કોરોનાથી બચવા માટે વેક્સિન લે તે જરૂરી છે. આ ઉપરાંત તેમને સરકારની વેક્સિનેશનની કામગીરીના પણ વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના ટાગોર હોલમાં યુદ્ધ ધોરણે રસીકરણની કામગીરી યથાવત્
સૌથી વધુ દિવસમાં 1000થી 1500 વેક્સિન ટાગોર હૉલમાં અપાય છે
ટાગોર હૉલ પાલડી ખાતે 31 જાન્યુઆરીથી વેક્સિન આપવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. જેમાં અત્યાર સુધી 26થી 28 હજાર જેટલી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી છે. તેમાં પણ અંદાજિત 15થી 18 હજાર જેટલા સિનિયર સિટીઝન તેમજ 9 હજારથી વધુ ફ્રન્ટલાઈન વૉરીયર્સ સામેલ છે. આ સાથે અન્ય કોમોરબિટીઝ પેસન્ટ્સ પણ સામેલ છે. જેમને ડાયાબિટીસ-બ્લડપ્રેશર વગેરેને તકલીફ હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરનાને રસી અપાઈ રહી છે.
આ પણ વાંચો: જામનગરના લાખા બાવળમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોના વેકસીન લઈને આપ્યો સંદેશ
63 પ્રાઈવેટ અને 6 ગવર્મેન્ટ હૉસ્પિટલોમાં અપાય છે વેક્સિન
નાગરિકોને વેક્સિન આપતા 229 જેટલા કેન્દ્રોમાંથી 63 પ્રાઈવેટ હૉસ્પિટલો સામેલ છે, જ્યારે 6 ગવર્મેન્ટ હૉસ્પિટલથી અપાય છે. એક સાથે વધુ પ્રાઈવેટ હૉસ્પિટલને વેક્સિન માટે પરવાનગી તો મળી છે, પરંતુ ક્યારેક વેક્સિન સમયસર ન મળતા મુશ્કેલી પણ વેઠવી પડે છે. આ ઉપરાંત અન્ય કેન્દ્રોમાં 74 સ્કૂલ, 72 અર્બન હેલ્થ સેન્ટર, 8 સીએચસી સેન્ટર, 6 કમ્યુનિટી હૉલ એમ ટોટલ 229 કેન્દ્રો પરથી રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.