ETV Bharat / city

ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી - in gujarat the meteorological department has forecast

એક તરફ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પગપેસારો થઈ ગયો છે. બીજી તરફ ઠંડીમાં વધારો થવાની તૈયારી થઈ ગઈ છે, કારણ કે, હવામાન વિભાગે આગાહી (Meteorological Department Forecast) કરી છે કે, 7થી 10 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરની અસરના કારણે આ માવઠું આવવાની શક્યતા છે. જોકે, સમગ્ર રાજ્યમાં બેસતા વર્ષ (5 નવેમ્બર)થી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી

author img

By

Published : Nov 6, 2021, 4:03 PM IST

  • હવામાન વિભાગે રાજ્યમાં 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી
  • સમગ્ર રાજ્યમાં બેસતા વર્ષ (5 નવેમ્બર)થી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું
  • રાજ્યના લોકોએ ટૂંક જ સમયમાં કરવો પડશે કડકડતી ઠંડીનો સામનો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અત્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. તેવામાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી (Meteorological Department Forecast) કરી છે. અત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર રાજ્યમાં જોવા મળશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડે તેવી શક્યતા છે. જ્યારે લૉ પ્રેશરનના કારણે આગામી 2થી 3 દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ સર્જાય તેવી પૂરતી શક્યતા રહેલી છે.

રાજ્યમાં સવારે ઠંડી તો બપોરે ગરમી

રાજ્યમાં અત્યારે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે, પરંતુ માવઠાના કારણે હવે વાદળછાયું વાતાવરણ સર્જાશે. બીજી તરફ જો માવઠું પડશે તો શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. તેના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી
ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી

વેલમાર્ક લૉ પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે, જે વેલમાર્ક લૉ પ્રેશરમાં પરિવર્તિત થયું છે. અરબી સમુદ્રમાં સક્રિય વેલમાર્ક લૉ પ્રેશર પર હવામાન વિભાગ મોનિટરીંગ કરી રહ્યું છે. વેલ માર્ક લૉ પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. ડિપ્રેશન બન્યા પછી પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

આ વખતે ઓક્ટોબરના અંતમાં જ ઠંડી શરૂ થઈ ગઈ

એક તરફ રાજ્યમાં ઓક્ટોબર સુધી વરસાદ લંબાયો હોવાથી ઓક્ટોબરના અંતમાં જ ઠંડી શરૂ થઈ ગઈ હતી, જેના કારણે લોકોએ ગરમ કપડાં પહેરવાનો વારો આવ્યો હતો. તેવામાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બરે માવઠાની આગાહી કરી હોવાથી ઠંડીમાં ચોક્કસ વધારો થશે. એટલે લોકોએ અત્યાર કરતા વધુ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ

આ પણ વાંચો: એલર્ટ રહેજો... ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.