- ગુજરાતમાં પ્રથમ માર્ચથી નીચલી અદાલતો થશે ફિઝિકલી શરૂ
- હાઈકોર્ટે દિશાનિર્દેશો સાથે બહાર પાડ્યું જાહેરનામું
- પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજે કોવિડ અધિકારીની કરવી પડશે નિમણુંક
અમદાવાદઃ પ્રત્યક્ષ કોર્ટની મંજૂરી આપતા હાઇકોર્ટે નીચલી અદાલતોને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આવશ્યક ન હોય ત્યાં સુધી ફરિયાદીને પ્રત્યક્ષ બોલાવવા નહીં. આમ આગામી 1 માર્ચથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવે નીચલી અદાલતોમાં પણ પ્રત્યક્ષ સુનવણી થઇ શકશે. આ માટેનું જાહેરનામું હાઇકોર્ટે 5 ફેબ્રુઆરીના રોજ બહાર પાડ્યું છે. જેમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાઇ તે માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસેસ એટલે કે SOP પણ જાહેર કરી છે.
નીચલી અદાલતોને કોરોના માટે નિર્દેશ અપાયા
હાઇકોર્ટે SOPમાં જણાવ્યું છે કે અદાલતના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજે એક કોવિડ અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ અધિકારીની મદદ માટે નીચેના અન્ય સ્ટાફને પણ રાખવાના રહેશે. કોર્ટની અંદર જો ATM હશે તો તે નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનું રહેશે. આ ઉપરાંત કોર્ટની અંદર પ્રવેશ લેવા માટે માત્ર એક જ એન્ટ્રી રાખવાની રહેશે તેમજ પ્રવેશ લેનારા વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તમામ ન્યાયિક અધિકારીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.