ETV Bharat / city

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો થતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી મળી જોવા - પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો નોંધાયો

પહેલાં કેન્દ્ર સરકારે અને ત્યારબાદ ગુજરાત સરકારે દિવાળી અને નવા વર્ષની શરૂઆતમાં જ જનતાને બહું મોટી ભેટ આપી છે. જેમાં ભેટ સ્વરૂપે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. જે જનતા માટે ખુબજ રાહતની બાબત કહેવાય.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો થતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી મળી જોવા

author img

By

Published : Nov 5, 2021, 7:57 PM IST

  • દિવાળી અને નવા વર્ષની શરૂઆતમાં જ જનતાને બહું મોટી ભેટ
  • ગુજરાત સરકારની તિજોરીમાં 400 થી 500 કરોડનું નુકસાન થશે
  • પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો

અમદાવાદ : પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો થતાં જ રાજ્યવાસીઓમાં ખુશીની લહેર જોવાં મળી છે. ગુજરાત સરકારે માત્ર આઠ મહિનામાં જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારીને 11,423 કરોડ જેટલી મોટી રકમ જનતાનાં ખિસ્સામાંથી સેરવી લીધી છે. દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરથી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો થતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી મળી જોવા

પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો નોંધાયો

ગુજરાત પેટ્રોલ એસોસિએશનનાં આગેવાન અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દિવાળી સમયે જે રીતે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાં કારણે જનતાને રાહત મળી છે. ટ્રાન્સપોર્ટેશનનાં કારણે તમામ શહેરોમાં પણ ભાવમાં ફેરફાર જોવા મળે છે. જે ભાવમાં સામાન્ય રીતે 5 થી 10 પૈસાનો જ ફેરફાર જોવા મળતો હોય છે, જેની પાછળનું કારણ ટ્રાન્સપોર્ટેશન છે.

સરકારની તિજોરીમાં 400 થી 500 કરોડનું નુકસાન થશે

અરવિંદ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની તિજોરીમાં 400 થી 500 કરોડનું નુકસાન થશે કારણ કે, રાજ્યમાં મહિને 25,000 કરોડ લિટર પેટ્રોલની જરૂર પડતી હોય છે તો બીજી તરફ 50,000 કરોડ લિટર ડીઝલની જરૂર પડતી હોય છે. જેના કારણે સરકારને નુકસાન થશે પરંતુ રાજ્યની જનતાને ચોક્કસ રાહત થશે તે બાબત નિશ્ચિત છે. માર્ચ 2020માં પેટ્રોલનાં ભાવમાં 13 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તે ભાવ વધારો સરકારે રદ કરવો જોઈએ. ભાજપ સરકારે વર્ષ 2021માં છેલ્લા 6 માસમાં 57 વખત પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર 25 ટકા વેટ લેવાય છે જ્યારે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલમાં 8,321.96 કરોડ અને ડીઝલ પર 18,530 કરોડ રૂપિયા વેટ વસૂલી જનતા પાસેથી કરી છે. હાલમાં ક્યાં શહેરોમાં કેટલો ભાવ અમદાવાદમાં પેટ્રોલ 94.99 રૂપિયા, ડિઝલ 88.97 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલ 94.98 રૂપિયા, ડિઝલ 88.98 રૂપિયા, સુરતમાં પેટ્રોલ 94.98 રૂપિયા, ડિઝલ 88.99 રૂપિયા અને બરોડામાં પેટ્રોલ 94.78, ડિઝલ 88.77 રૂપિયા.

આ પણ વાંચો : રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે: MP Ram Mokaria

આ પણ વાંચો : દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે અમદાવાદનો AQI વધીને 228 નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.