અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલા જીટીયુ (Gujarat Technological University) કેમ્પસમાં 15 ઓક્ટોબરે જીટીયુ કાઉન્સિલની બેઠક (GTU Council Meeting) યોજાશે. ત્યારે આ કેમ્પસમાં ન્યૂ એજ્યુકેશન પૉલિસી (New Education Policy) મુજબ સ્કૂલ ઑફ ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ (School of Indian Knowledge System) નામની સ્કૂલ કાર્યરત્ કરાશે. જ્યારે શૈક્ષણિક સત્ર 2022-23થી જીટીયુના ચાંદખેડા કેમ્સમાં શરૂ થનારી આ સ્કૂલની 15 ઓક્ટોબરે યોજાનારી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં મંજૂરી લેવાશે.
આ પ્રશિક્ષણ અપાશે આ સ્કૂલમાં હિન્દુ સ્ટડીઝ, શ્રીમદ્ ભગવદ્ ગીતા (Shreemad Bhagvad Geeta) સહિતના વિષયો પર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનું પ્રશિક્ષણ અપાશે. જોકે અત્યાર સુધી જીટીયુમાં ધરોહર સેન્ટર હેઠળ વેદ પુરાણ, અર્થશાસ્ત્ર, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ઇન્ડિયન હેરિટેજ, શ્રીમદ્ ભગવદ્ ગીતા સહિતના 12 જેટલા ત્રણ મહિના માટેના કોર્સીઝ ભણાવવામાં આવે છે.
નવી શિક્ષણ નીતિ મદદરૂપ મહત્વનું છે કે, નવી શિક્ષણ નીતિમાં (New Education Policy) અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે મદદરૂપ થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે. હવે જીટીયુ પણ નવી શિક્ષણ નીતિ મુજબ આગળ વધી રહ્યું છે.