ETV Bharat / city

અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં તેજી, વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી - બજારમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રતનપોળ બજારમાં પણ દિવાળીની ખરીદીનો માહોલ જામતા વેપારીઓમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. પરંતુ લોકોમાં કોરોનાની ગાઈડલાઈનમાં બેદરકારી જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં વધારો થતાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી

author img

By

Published : Oct 25, 2021, 10:51 PM IST

  • દિવાળીને લઈ રતનપોળ બજારમાં જામ્યો માહોલ
  • ગતવર્ષની સરખામણીએ ભાવમાં થયો વધારો
  • દિવાળીને લઈ માહોલ જામતા વેપારીઓમાં ખુશી

અમદાવાદ : દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે. રતનપોળમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે બજાર જામ્યું છે તેમજ નવી વેરાઈટીઝ બજારમાં આવેલી છે તો બીજી તરફ ભાવમાં 5 થી 10 ટકાનો વધારો થયેલો છે.

અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં વધારો થતાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી

બજારમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા

ગત વર્ષ વર્ષે દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન નહોતું થતું જેનાથી શહેરમાં બીજી લહેર આવી હતી. જો કે આ વર્ષે પણ બજારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહેલા જોવા મળી રહ્યા છે.

દુકાન ખુલતા જ ખરીદીનો માહોલ જામી ઉઠ્યો

રતનપોળમાં ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોવાથી દિવાળીની ખરીદીને લઈને પોળ હાઉસફૂલ જોવા મળી રહી છે. સવારે જેવી દુકાન ખૂલે કે તરત જ લોકો ખરીદી કરવા માટે આવી જતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. શનિવાર અને રવિવારના દિવસે બજારમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારો સાથે લોકો ખરીદી કરવા ઊમટી પડતા ચાલવાની પણ જગ્યા ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં કેબલ બ્રિજને જકડીને રાખે તે માટે લગાવેલા પાર્ટ્સની ચોરી

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.