અમદાવાદ: અમદાવાદ ACBએ આજે બુધવારે રાણીપ વિસ્તારમાં મગનપુરા પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) રખડતા ઢોર પકડવાની ટીમમાં ફરજ બજાવતાં સત્તારભાઇ દાઉદભાઇ સૈયદને રૂપિયા 2300ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો (AMC employee caught taking bribe) હતો.
દર મહીને રૂપિયા 2300નો હપ્તો માંગતા
ACBને પશુમાલિકે ફરિયાદ કરી હતી કે તેઓ પશુપાલનનો ધંધો કરે છે. આરોપી સત્તારભાઇ ઢોર પકડવાની ગાડીમાં ફરજ બજાવતા હોવાથી ફરીયાદીનાં ઢોર નહી પકડવા માટે દર મહીને રૂપિયા 2300નો હપ્તો માંગતા હતા.
આરોપી લાંચની રકમ માંગીને પૈસા સ્વીકારતો ઝડપાયો
કર્મચારીએ હપ્તો ના આપે તો ખોટી રીતે ફરીયાદીનાં ઢોર પુરી દઇ હેરાન પરેશાન કરતો હતો. જેથી ફરીયાદીએ ACBનો સંપર્ક કરતાં ACBએ ફરિયાદીની ફરિયાદના આધારે મંગળવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગીને પૈસા સ્વીકારતા ઝડપાયો ગયો હતો.
આ પણ વાંચો:
રાજકોટમાં GSTના 2 કર્મચારી 3.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા